નૌશેરામાં LoC પાસે લેન્ડમાઈનમાં વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 1 ઘાયલ

Terrorist attack in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એલઓસી પર લેન્ડમાઈન વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય એક ઘાયલ થયો હતો. આ…

Terrorist attack in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એલઓસી પર લેન્ડમાઈન વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય એક ઘાયલ થયો હતો. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનના એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી (AOR)માં સવારે 10:30 વાગ્યે બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બંને સેનાના જવાનો (Terrorist attack in Jammu and Kashmir) નિયંત્રણ રેખા પર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા.

ભારતીય સેનાના પીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, 18 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે નૌશેરામાં એલઓસી પાસે લેન્ડ માઈન વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. બંનેને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.

પુંછમાં સેનાના કાફલા પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા
ગયા વર્ષે 21 ડિસેમ્બરના રોજ, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થાનામંડી-સુરનકોટ રોડ પર સવની વિસ્તારમાં સૈનિકોને લઈ જતી સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા.

આ આતંકવાદી હુમલાની માહિતી આપતાં જમ્મુ સ્થિત ડિફેન્સ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે કહ્યું હતું કે, રાત્રે પૂંચ જિલ્લાના થાનામંડી સુરનકોટ વિસ્તારના ખેરા કી ગલીના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે વધારાના દળો ઓપરેશન સ્થળ પર જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલામાં સામેલ એક ટ્રક અને એક જિપ્સી પર ગોળીબાર કર્યો, જેમાં 5 જવાનો શહીદ થયા.

પુંછ હુમલા બાદ સેનાએ આઠ સ્થાનિક નાગરિકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. તેમાંથી 3 લોકો ઘટનાના બીજા દિવસે તે જ સ્થળે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યાં સેનાના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પ્રશાસને મૃત નાગરિકોના પરિવારજનોને વળતર અને નોકરીની જાહેરાત કરી હતી. આ મામલાની નોંધ લેતા, સેનાએ આંતરિક તપાસ શરૂ કરી અને બ્રિગેડિયર રેન્કના અધિકારીને ફરજ પરથી હટાવીને જમ્મુ અને કાશ્મીરની બહાર બદલી કરી દીધી.