લંડનમાં અશ્વેતોનો ગુજરાતી યુવક પર જીવલેણ હુમલો- ભારતીયોને સાવચેત રહેવા અપીલ

Gujarati Youth Attack In London: લંડનમાં એવી ઘટના બની કે, તમારા કોઈ સ્વજન લંડનમાં રહેતા હોય તો તમને ચિંતા થઈ જાય. અત્યાર સુધી અમેરિકામાં ગુજરાતીઓ…

Gujarati Youth Attack In London: લંડનમાં એવી ઘટના બની કે, તમારા કોઈ સ્વજન લંડનમાં રહેતા હોય તો તમને ચિંતા થઈ જાય. અત્યાર સુધી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા( Gujarati Youth Attack In London )ની ઘટના બની છે. લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેતો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.તેમજ આ વખતે ફરીએક વાર એક ગુજરાતી આ હુમલાનો ભોગ બન્યો છે.

અશ્વેત ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો
થોડા દિવસો અગાઉ બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગુજરાતી માટે સાવચેત રહેવાના મેસેજ આપતો વીડિયો છે. ઘટના સમયે હાજર ભારતીયોએ વીડિયો બનાવ્યો છે.કેટલાક અશ્વેત ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ છે. યુવકની સારવાર કરતો વીડિયો લંડનમાં વાયરલ થયો છે.આરોપીઓ વડે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં યુવકને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ લઈ જવાયો છે. અનેક વિદ્યાર્થીઓ લંડન ભણવા જતા હોવાથી હુમલાની ઘટનાથી વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતીઓને સાવચેત રહેવાના મેસેજ પણ ફરતા થયા
લોકોને વિદેશમાં જવાના સપનાને એક વાર વિચારવા મજબુર કરી દે તેવી આ ઘટના બની છે.ત્યારે આ ઘટના લંડનના અપટોન પાર્ક સ્ટેશન નજીક બની હતી, હુમલા બાદ યુવકની સારવાર કરતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ગભરાટ ફેલાયો છે. કારણ કે, લંડનમાં રહેતા ગુજરાતીઓને સાવચેત રહેવાના મેસેજ પણ ફરતા થયા છે અને આ વીડિયો હાલ મોબાઈલમાં વાયરલ થયો છે. આ યુવક મુળ ખેદનો હોવાનું સામે આવ્યું છે.

પાંચ વર્ષમાં ભારતીય સ્ટુડન્ટનાં મોત
કેનેડામાં 91, બ્રિટનમાં 48, રશિયામાં 40, અમેરિકા 36, ઓસ્ટ્રેલિયા 35, યુક્રેન 21, જર્મની 20, સાયપ્રસ 14, ઇટાલી 10, ફિલિપાઇન્સ 10

ભારતીયો દ્વારા વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો
યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વિઝા મેળવી અભ્યાસ રોજગાર માટે ગયા છે. જેમાં યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રથામિક જાણકારી બહાર આવી છે. તેમજ યુવક ગુજરાતનો હોવાની ચર્ચા છે. ઘટના સમયે હાજર ભારતીયો દ્વારા વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.