આપને એટલી તો જાણ હશે જ કે માછલી એ પાણીમાં રહે છે. જો એને પાણીની બહાર થોડાં સમય માટે પણ કાઢવામાં આવે તો એનું મ્રત્યુ થઈ જતું હોય છે. માછલી એ મોટેભાગે તળાવ, નદી. દરિયો એમ અનેક જળાશયોમાં જોવાં મળતી હોય છે.
તળાવ, નદી તથા સમુદ્રને કાંઠે બેસીને તરતી માછલીને જોતાં એક જુદી જ શાંતિ મળે છે. આપણામાંથી ઘણાં લોકો એવાં હશે જ કે જેમને આ ખુબ જ પસંદ પણ હશે, પણ શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે, કે પાણીને છોડીને માછલી જમીન પર પણ રહી શકે છે.
હાલમાં જ એક અભ્યાસમાં થયેલ શોધમાં આ વાત સામે આવી હતી, કે એક ખાસ પ્રજાતિની માછલીઓ પાણીને છોડીને જમીન પર પણ રહેવાં લાગી છે.અહી ઉલ્લેખનીય છે, કે માછલીની આ ખાસ પ્રજાતિનું નામ ‘બ્લેનિઝ’ છે.
આ પ્રજાતિની માછલીની ખાસિયત તો એ છે, કે એમણે ઘણીવાર દરિયાની બહાર નીકળીને જમીન પર સમય પસાર કર્યો તેમજ ધીમેધીમે જમીન પર પણ રહેવાંની કળા શીખી લીધી હતી. ‘બ્લેનિઝ’ પ્રજાતિની ઘણી એવી માછલીઓ એવી છે, કે જે પાણીને સાવ ભૂલી જ ગઈ છે તથા સંપૂર્ણ રીતે જમીન પર પણ રહેવાં લાગી છે.
‘ફંક્શનલ ઇકોલોજી’ માં પ્રકાશિત થયેલ એક અભ્યાસનાં પરિણામ પરથી એ જાણવા મળી રહ્યું છે, કે ‘બ્લેનિઝ’ પ્રજાતિની આ માછલીઓ હવે જમીન પર જીવવાં માટેની કળા પણ શીખી રહી છે. આની શોધ માટે ‘બ્લેનિઝ’ માછલીનાં સૈંકડો આંકડા જમા પણ કરવામાં આવ્યા હતાં, જેની પ્રજાતિની ઘણી માછલીઓ છે.
આ માછલીમાં અત્યારે પણ ઘણી પાણીમાં રહેતી હોય છે, તો ઘણી માછલીઓએ પાણીને સાવ છોડી જ દીધું છે. આ માછલીઓ જમીન પર જ પોતાનું જીવન જીવવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી છે.જો, કે હાલમાં વૈજ્ઞાનિકો આ માછલીઓનાં જીવનમાં આવેલ પરિવર્તનનાં કારણો વિશે માહિતી મેળવી રહ્યા છે.
આ શોધનાં પ્રમુખ લેખક ડૉ. ટેરી ઑર્ડે જણાવતાં કહ્યું હતું, કે અમારી શોધનો મુખ્ય ઉદ્દેશ એ અનુમાન લગાવવાનો હતો, કે જ્યારે પણ કોઈ જીવ પોતાનાં નિવાસસ્થાનને બદલે છે, તો એની ખાણી-પીણીની વિવિધતા તથા વર્તનનો પણ એને લાભ મળે છે, પણ પ્રાકૃતિક પસંદગીને લીધે આ સુગમતા પણ ખત્મ થવાં લાગી છે.
આનો અર્થ એ થયો, કે અતિ વિકસિત પ્રજાતિમાં બદલવાની ક્ષમતા પણ ઘણી ઓછી થતી જાય છે તેમજ એમનાં નિવાસસ્થાનમાં થયેલ પર્યાવરણનાં ફેરફારની સાથે ઝઝૂમવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે.’બ્લેનિઝ’ પ્રજાતિની માછલીઓ કેટલાં સમયને માટે દરિયાની લહેરોની સાથે જ બહાર આવી જાય છે.
એની સાથે આવેલ પાણીથી તેઓ પોતાને ભીની પણ રાખતી હોય છે, પણ ધીમેધીમે આ માછલીઓ પાણીની બહાર જ રહેવાં લાગી હતી. એમણે પોતાને બદલતાં વાતાવરણ તથા ઑક્સિજન સ્તરનાં અનુકૂળ ઢાળી હતી. માછલીઓમાં આવેલ આવાં પ્રકારનાં પરિવર્તન ઘણા ઉલ્લેખનીય રહેલાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews