21મી સદીના આ શિક્ષીત સમયમાં પણ ગાંધીનગરના રૂપાલામાં ઢબુડી માતાના નામે ચાલતું અંધશ્રદ્ધાનું ડીંડક સામે આવ્યું છે. ઢબુડી માતાકી મહિલા નહિ પરંતુ એક પુરુષ છે. રૂપાલાનો ધનજી ઓડ નામનો પુરુષ ઢબુડી માતા બની લોકોના દુઃખ દૂર કરી રહ્યાના નાટકો કરી રહ્યો છે. પાલનપુરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સામાન્ય નાગરિક તો ઠીક પરંતુ પોલીસ અધિકારી અને પાલનપુરના ધારાસભ્ય પણ આ ઢબુડી માતાને દંડવત કરતાં દેખાય આવે છે. આ ઢબુડી માતાના યુટ્યુબમાં પણ 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. રૂપાલ ગામમાં ઢબુડી માનું મંદિર પણ બનાવામાં આવ્યું છે.
આખરે છે કોણ આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.
કરોડો રૂપિયાની કમાણી કરે છે ઢબુડી માઁ.
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે. જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરે છે. ભક્તોનો દાવો છે કે ઢબુડી મા કેન્સરની બીમારી પણ મટાડે છે. ભક્તોનો એવો પણ દાવો કરે છે કે ઢબુડી મા પૈસા લેતા નથી. પરંતુ સ્વૈચ્છિક દાનના નામે લાખો રૂપિયાની કમાણી કરે છે. ઢબુડી માના કાર્યક્રમના સ્થળે ભક્તો જ ખાવા-પીવાના સ્ટોલ ઉભા કરે છે જ્યાંથી ભક્તો લાખો રૂપિયાની કમાણી કરે છે.
રૂપાલમાં ઢબુડી માના પાડોશીઓ કહે છે…
પાલનપુરમાં પોલીસ અને ધારાસભ્ય ઢબુડી માને પગે લાગતો વીડિયો વાયરલ થયો હતો. આ ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ કરતાં પાડોશીઓ કહે છે કે “ધનજી” (ઢબુડી માતા) લોકોને લુટવા બેઠો છે, તેના જ ભક્તો ચમત્કાર થયો હોવાની ખોટી વાતો કરી લોકોને ભોળવે છે. ભક્તો ખોટા વીડિયો બનાવી યુટ્યુબમાં અપલોડ કરે છે. ધનજી ખોટી રીતે માતાજીનો ડર બતાવી ભરમાવે છે. મોટી મોટી ગાડીઓમાં ફરી આભા ઉભી કરે છે. રૂપાલમાં જ ધનજી દરબાર ભરે છે. જ્યારે આવાં ધતિંગ કરે ત્યારે ચૂંદડી ઓઢે છે.
જાગૃત નાગરિકોના વિરોધ વચ્ચે પણ ઢબુડી મા તેના કાર્યક્રમો ચલાવતા.
અંધશ્રદ્ધા અને જાગૃતિ પર કામ કરતી સંસ્થાઓએ ઢબુડી મા સામે અભિયાન છેડ્યું છે. જાગૃત નાગરિક પણ વિરોધ કરી રહ્યા છે છતાં ઢબુડી માના કાર્યક્રમો ધુમ ચાલે છે. વિજ્ઞાન જાથાની ટીમ પણ ઢબુડી સામે લડે છે અને ગરીબોને ભરમાતા બચાવે છે. વિજ્ઞાન જાથાએ ઢબુડી મા સામે પોલીસ અને કલેક્ટરેટમાં પણ લેખિતમાં જાણ કરી છે. ઢબુડી મા સામે ફરિયાદ નહીં કરવા સંસ્થાઓને નામાંકિત લોકો ફોન કરે છે અને પોલીસને પણ ડરાવવામાં આવે છે.