છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વ માટે ઘણી આગાહીઓ સાંભળવામાં અને વાંચવામાં આવી છે. 2022ને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ(prophecies) પણ કરવામાં આવી છે. આ આગાહીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બુલ્ગારિયા(Bulgaria)ના રહસ્યવાદી બાબા વેંગા(Baba Vanga) દ્વારા કરવામાં આવી છે. બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી.
બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી:
એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતી. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. તેમને નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે, કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે.
યુરોપમાં પાણીની અછત અને ભારે દુકાળ:
બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. ત્યારે વધુમાં બાબા વેંગાએ એવુ પણ જણાવ્યું કે, વિશ્વમાં ઘણા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે. જે યુરોપમાં થતા દેખાઇ રહ્યું છે. પુર્તગાલમાં પાણીની અછત છે અને ભારે દુકાળ છે. ગરમી એટલી વધારે છે કે અનેક જગ્યાએ જંગલમાં આગની ઘટના સામે આવી છે. આ અંગે જાણવા મળ્યું છે કે, ઈટાલીમાં 1950ના દાયકા બાદનો સૌથી ખરાબ દુકાળ જોવા મળ્યો છે.
ભારત વિશે કરી હતી આ ભવિષ્યવાણી:
આ સિવાય બાબા વેંગાએ એ પણ ભવિષ્યવાણી કરી હતી કે, આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત પર હુમલો કરશે અને તેને કારણે ખેતીને ગંભીર નુકશાન પંહોચશે અને અંતે ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિરનાં થશે.
આ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ:
બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનુ મોત થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. ત્યારે બાબા વેંગાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે, સાઇબેરિયામાંથી એક નવો અને ઘાતક વાયરસ નિકળશે. એલિયન એટેકની પણ તેમણે ચેતવણી આપી હતી. બાબા વેંગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.