કોલેજીયન વિધાર્થીઓનું સરાહનીય કાર્ય- સુરતની આર.વી પટેલ કોલેજ ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, 25 બોટલ લોહી થયું એકત્રિત

સુરત(Surat): જો કોઈ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને મોંઘી વસ્તુ કે ઉપહાર આપવા જેવું હોય તો તે છે રક્ત, લોહી, ખૂન, બ્લડ. સુરતના છાપરાભાઠા(Chhaprabhatha) વિસ્તારમાં આવેલી…

સુરત(Surat): જો કોઈ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને મોંઘી વસ્તુ કે ઉપહાર આપવા જેવું હોય તો તે છે રક્ત, લોહી, ખૂન, બ્લડ. સુરતના છાપરાભાઠા(Chhaprabhatha) વિસ્તારમાં આવેલી આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ(RV Patel College of Commerce) ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અનેરું અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.

વાત કરવામાં આવે તો છાપરાભાઠા વિસ્તારમાં આવેલી આરવી પટેલ કોલેજ ખાતે ગઈ કાલના રોજ વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સમાજ કલ્યાણના પણ કાર્ય કરી એક આગવી ઓળખ દર્શાવી અને સમાજ સેવા કરવા માટે લોકોને અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા 25 બોટલ લોહી એકત્રિત કરાયું:
આરવી પટેલ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ રક્તદાન કેમ્પમાં કુલ 25 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ અનેરુ કાર્ય કહી શકાય. માત્ર એટલું જ નહીં પરંતુ સાથે અન્ય લોકો અને વિદ્યાર્થીઓને પણ આ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રક્તદાનથી થાય છે આ ફાયદા:
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રક્તદાન કરવાથી આપણા શરીર અને હૃદયનું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાને કારણે હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ ખુબ જ રહે છે. ત્યારે નિયમિત રીતે રક્તદાન કરવાથી લોહીમાં આયર્નના પ્રમાણમાં ઘટાડો થાય છે, કે જેને કારણે હાર્ટ અટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે.

આ સાથે રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થઇ જાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે. એક રિસર્ચ મુજબ રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓમાં ઘટાડો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *