ગુજરાતના રાજકારણમાં ગરમાવો: નરેશ પટેલની રાજકીય એન્ટ્રીને લઈને મોટા સમાચાર- દિકરાએ જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ…

ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ ક્યારે રાજકારણમાં જોડાશે અને કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ સસ્પેન્સ જ રહેલું છે.

જોવામાં આવે તો નરેશ પટેલ દ્વારા રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેઓ AAP, Congress અને BJP આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. નરેશ પટેલ ત્રણેય પાર્ટીઓ સાથે વારાફરતી બેઠકો કરી રહ્યા છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઇને હજુ સસ્પેન્સ છે. ત્યારે હવે ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં ક્યારે પ્રવેશસે તેને લઇને વધુ એક મોટું નિવેદન સામે આવ્યુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે, આગામી સમયમાં ચુંટણી યોજવાની છે જેને લઈને ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે, સમગ્ર રાજ્યમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય પ્રવેશના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે નહિ તે અંગે મે મહિનામાં નિર્ણય લેવામાં આવશે તે પ્રકારની માહિતી સામે આવી છે. સાથે જ નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની અટકળો તેજ બની છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે જાણો શુ કહ્યું?
નરેશ પટેલના દીકરા શિવરાજે કહ્યુ કે, રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે સર્વે ચાલી રહ્યો છે. હાલમાં તો મોટાભાગના લોકો કહી રહ્યા છે કે, નરેશ પટેલ રાજકારણથી દૂર રહે તો વધારે સારું. જો કે હાલમાં તો આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિતના જૂથ મળીને સર્વે કરી રહ્યાં છે. સર્વે પૂરો થશે ત્યાર બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં પ્રવેશવું કે નહિ ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના દીકરા શિવરાજે દાવો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *