સુરત(ગુજરાત): આજ સુધીમાં સુરત(Surat)માં ઘણી રક્તદાન શિબિર યોજાઈ ચુકી છે. જેમાં અનેક લોકો રક્તદાન કરવા પણ પહોચે છે. પરંતુ ગઈકાલના રોજ સરથાણા(Sarthana) પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર(Ajaykumar Tomar) અને અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ઝોન-1 સાહેબ તેમજ ACP “એ” ડીવીઝનના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું(Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, કોરોના મહામારીના કપરા સમયમાં રક્ત બેંકો પર ઘણી ગંભીર અસર પાડીને લોહીની ઉણપ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરથાણા પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે જ “સ્વૈચ્છિક રકતદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, આ રક્તદાન કેમ્પમાં ગૌ-સેવા સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તથા હીરા ઉદ્યોગ એમ કુલ મળીને 23 સંસ્થાઓના સહકારથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બ્લડ યુનિટ સ્વીકારવા માટે સુરતની અલગ-અલગ બ્લડ બેંક સરથાણા પોલીસ સ્ટેશન પહોચી હતી.
જેમાં એક લોક સમર્પણ બ્લડ બેંક- 371 યુનિટ, સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક- 267 યુનિટ તેમજ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક- 169 યુનિટ મળીને કુલ 807 બ્લડ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.