કોરોના મહામારી બાદ લોકોમાં રક્તદાન તથા અંગદાનને લઈ જાગૃતિ ફેલાઈ રહી છે. સુરત શહેર દાનવીર કર્ણનાં નામે પ્રખ્યાત છે. આ શહેરમાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે.
સ્વામિનારાયણ વડતાલ ગાદી ચેરિટી તથા અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષમીનારયણદેવ યુવકમંડળ – સુરત ના સહયોગથી અકસ્માત તથા બિમારીમા ભોગ બનેલ દર્દીઓને મદદરૂપ થવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીપતિ અજેન્દ્રપ્રસાજી મહારાજના આશીર્વાદ સહ આજ્ઞાથી મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું.
દીપપ્રાગટ્ય કાપોદ્રા પોલીસ સ્ટેશન PI હસ્તે કરાવવામાં આવ્યું :
રક્તદાન કેમ્પનું દીપપ્રાગટ્ય ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા સહ આજ્ઞાથી સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી, સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં PI એમ. કે. ગુર્જરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દીપાવવા સરથાણા પોલીસ સ્ટેશનનાં PI ગૌરાંગ પટેલ અને કોર્પોરેટર અશોકભાઈ જીરાવાળા હાજર રહ્યા હતા.
1,000 યુનિટ રક્ત એકત્ર કરાયું :
આ પ્રસંગ પર એસવીજી ચેરિટી-સુરત તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવકમંડળના યુવાનો દ્વારા પોતાના રક્તનું યોગ્ય દાન આપીને 1,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે, એસવીજી ચેરિટી તથા શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવકમંડળ કોઇપણ કુદરતી મહામારીઓ સર્જાઈ છે ત્યારે પોતાનું જરૂરી યોગદાન આપીને સમાજ તથા સરકારને સહકાર આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle