મનુષ્યોમાં કોરોના(Corona) બાદ હવે ગાયોમાં લમ્પી વાયરસે(Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. જે રાજકોટ(Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)માં ખુબ જ મોટા પાયે ફેલાઈ ચુક્યો છે. જેને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પશુનાં મોત થયાં છે. ત્યારે રાજકોટના માલિયાસણ(Maliasana) ગામ પાસે ગાયો અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજકોટ : નજર પડે ત્યાં સુધી પશુઓના મૃતદેહ – 1 કિમી દૂરથી માથું ફાટી જાય એવી દુર્ગંધ#Rajkot #trishulnews pic.twitter.com/t4cqXDn5aE
— Trishul News (@TrishulNews) July 30, 2022
આ અંગે ગ્રામજનોએ દાવો કર્યો છે કે, રાજકોટ શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવે છે. હાલ મ્યુનિ.ની ટીમ માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહો પડ્યા છે ત્યાં પહોંચી છે. અહિયા એક કિલોમીટર દૂરથી જ માથુ ફાટી જાય એવી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. જેને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહિયાં જ્યાં નજર પડે ત્યાં પશુઓના મૃતદેહો જોવા મળ્યા હતા.
માલિયાસણ ગામ અડધો કિમી જ દૂર:
લમ્પી વાયરસને કારણે 200 ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ મનપાની ટીમ અને અન્ય લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે એમ ને એમ મૂકીને જતા રહે છે. આજે મનપાની ટીમ સાંજે દોડી આવી અને જેસીબીની મદદથી ઊંડા ખાડા કરી ગાય, ગૌવંશ, વાછરડાના મૃતદેહોને દફનાવી રહ્યા છે. આ જગ્યાથી માલિયાસણ ગામ અડધો કિલોમીટર જ દૂર છે. જેથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય છે.
હાડપિંજરના તો રીતસરના ખડકલા જોવા મળ્યા:
પશુઓના મૃતદેહોના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. આ મૃતદેહોને શ્વાનો ખાતા નજરે પડ્યા હતા. તેમજ હાડપિંજરના તો ઠેર ઠેર રીતસરના ખડકલા જોવા મળ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પશુઓના મૃતદેહો એટલા પ્રમાણમાં વધી ગયા છે કે, માલિયાસણ ગામ અને આજુબાજુના ગામડાના લોકો ત્રાસી ગયા છે.
ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ મનપાની ટીમ દ્વારા પશુઓના મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી રહી છે. છકડો રિક્ષા અને યુટીલીટીમાં પશુઓના મૃતદેહો આવી રહ્યા છે અને દિવસ-રાત અહીં પશુઓના મૃતદેહો ઠલાવાય રહ્યા છે. પશુઓના મૃતદેહોના ઢગલાથી વિસ્તાર ગંદકી અને દુર્ગંધમય બન્યો છે.
રાજકોટમાં ગૌવંશના મૃત્યુમાં જુલાઈમાં 300 ટકાનો વધારો:
અહેવાલો અનુસાર, જુલાઈ મહિનામાં રાજકોટમાં ગૌવંશ સહિત પ્રાણીના મૃત્યુનું પ્રમાણ સત્તાવાર આંકડા મુજબ 300 ટકા વધી ગયું છે. મનપાના સુત્રોએ આ મૃત્યુ પ્રમાણ વધવા માટે આ મહિનામાં જ ભારે વરસાદના પગલે બીમારીનું કારણ આપ્યું છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં 1678 પશુ સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જ્યારે આજની સ્થિતિએ લમ્પીથી 22 ગાયનાં મોત થયાંની સામે આવ્યું છે.
85,228 પશુઓમાં વેક્સિનેશન થયું:
હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અત્યારસુધીમાં 85,228 પશુઓનું વેક્સિનેશન કરાયું છે. રાજકોટ શહેરમાં પણ પશુઓનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.