BMWના અકસ્માત પહેલાનો વિડીયો આવ્યો સામે- ધીમી ચલાવ નહીંતર બધા મરીશું અને થોડી જ વારમાં 4ના મોત

BMW accident: એવું કહેવાય છે કે ખરાબ ના વિચારવું જોઈએ. કારણ કે ખરાબ વિચારવાથી ગમે ત્યારે તમારી સાથે કાઈ ખરાબ થઈ શકે છે. બિહાર(Bihar)ના એક ડોક્ટર અને જેડીયુ નેતાના પુત્ર અને તેના સહયોગીઓ સાથે પણ આવી જ ઘટના બની હતી. તેઓ પૂર્વાંચલ એક્સપ્રેસ વે(Purvanchal Expressway) પર 230 કિમી પ્રતિ કલાકની ઝડપે BMW કાર ચલાવી રહ્યા હતા. તેનો લાઈવ વીડિયો પણ ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. કારમાં બેઠેલા એક વ્યક્તિએ કહ્યું કે ધીમી ચલાવ નહીંતર બધા મરીશું. થોડી જ વારમાં BMW કન્ટેનર સાથે અથડાઈ અને આ અકસ્માત(Accident)માં ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા.

યુપીના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ડૉ. આનંદ કુમાર રોહતાસ જિલ્લાના દેહરીના રહેવાસી હતા. તેમના પિતા નિર્મલ કુમાર પણ ડૉક્ટર તેમજ JDU નેતા અને ઔરંગાબાદ લોકસભાના પ્રભારી છે.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આનંદ કુમાર શુક્રવારે સવારે દહેરીથી યુપીના ફૈઝાબાદ જવા માટે તેના મોટા કાકા, પૂર્વ ચીફ હીરાલાલ સિંહના જમાઈ દીપક કુમાર, મિત્ર અખિલેશ સિંહ અને દરિહાટ પોલીસના બલભદ્રપુરના રહેવાસી ભોલા કુશવાહ સાથે નીકળ્યા હતા. તેની BMW કારમાં સ્ટેશન વિસ્તાર પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર નજીક કન્ટેનરની ટક્કરથી BMW કાર સવાર ડૉ. આનંદ પ્રકાશ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ફેસબુક પર લાઈવ, BMW 230ની સ્પીડથી ચાલી રહી હતી કાર:
આનંદ કુમાર અને તેના સાથીઓ BMW કારમાં હતા. કાર પુરપાટ ઝડપે જઈ રહી હતી. દીપક કુમારે પોતાના ફેસબુક પેજ પર વીડિયો લાઈવ કર્યો હતો. આમાં કારની સ્પીડ પહેલા 100થી નીચે જોવા મળે છે. ત્યારબાદ કાર ચલાવનાર વ્યક્તિને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે કહેવામાં આવે છે. તે ઝડપ વધારે છે અને 230 સુધી પહોંચે છે. આના થોડા સમય બાદ તેમની કાર કન્ટેનર સાથે અથડાઈ હતી.

કારના ભુક્કા બોલી ગયા:
સ્પીડ વધુ હોવાને કારણે આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભુક્કો બોલી ગઈ હતી. BMW કન્ટેનર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. કારમાં સવાર તમામ લોકોના મૃતદેહના ટુકડે ટુકડા થઇ ગયા હતા. આ દર્દનાક અકસ્માત જોઈને ઘટનાસ્થળે હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *