BMWની સ્પીડ બની જીવલેણ… બેરિકેડ સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના ઘટનાસ્થળે જ મોત- ‘ઓમ શાંતિ’

BMWની સ્પીડ બની 2 યુવક માટે જીવલેણ સાબિત થઇ છે. જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર(Maharashtra)ના ચંદ્રપુર(Chandrapur)માં એક ઝડપી BMW સ્પોર્ટ્સ બાઈક પોલીસ બેરિકેડમાં ઘૂસી…

BMWની સ્પીડ બની 2 યુવક માટે જીવલેણ સાબિત થઇ છે. જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર(Maharashtra)ના ચંદ્રપુર(Chandrapur)માં એક ઝડપી BMW સ્પોર્ટ્સ બાઈક પોલીસ બેરિકેડમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત(Accident)માં બંને બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના ભદ્રાવતી વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, વારોરા શહેરના બે યુવકો BMW બાઇક પર ભદ્રાવતી શહેર તરફ જઈ રહ્યા હતા. બાઇકની સ્પીડ ખૂબ જ ઝડપી હતી.

ત્યારે રસ્તામાં સંતુલન ગુમાવવાને કારણે બાઇક ફંગોળાઇને રોડ કિનારે પોલીસ બેરીકેટ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંને યુવકોએ હેલ્મેટ પહેર્યું જ હતું. જો તેણે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

મૃતકોની ઓળખ 23 વર્ષીય અંકુશ ભડગરે અને 22 વર્ષીય હર્ષ પાચભાઈ તરીકે થઈ છે. અંકુશ શહેરના એક મોટા વેપારીનો પુત્ર હતો અને તેના ધંધામાં મદદ કરતો હતો. જ્યારે હર્ષ પોલિટેકનિકનો વિદ્યાર્થી હતો. બંને બાળપણના મિત્રો હતા. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં બંને ઘરમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી મુજબ અંકુશને રેસર બાઇકનો શોખ હતો. તેણે હાલમાં જ 4 લાખ રૂપિયાની BMW રેસર બાઇક ખરીદી છે. પરંતુ તેને બહુ ઓછી ખબર હતી કે આ શોખ તેની જિંદગી ખર્ચી નાખશે.

હાલ પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં બંને યુવકોને માથામાં ઊંડી ઈજા થઈ હતી, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *