પિકનીકની ખુશી માતમમાં ફેરવાય! પિકનીક મનાવવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત- ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): શહેરના સાવલી(Savli) તાલુકાના લાછનપુર(Lachanpur) ગામ નજીક પસાર થતી મહી નદી(Mahi River)માં વડોદરાના છાણી ગામનો યુવાન નદીના વહેતા પાણીમાં તણાઇ જવાને કારણે ડૂબી જતા મોત…

વડોદરા(Vadodara): શહેરના સાવલી(Savli) તાલુકાના લાછનપુર(Lachanpur) ગામ નજીક પસાર થતી મહી નદી(Mahi River)માં વડોદરાના છાણી ગામનો યુવાન નદીના વહેતા પાણીમાં તણાઇ જવાને કારણે ડૂબી જતા મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, ડૂબી જતા મોતને ભેટેલ યુવાન સહિત ત્રણ મિત્રો રજા હોવાને કારણે પિકનીક મનાવવા માટે ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે સાવલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો વડોદરાના છાણી ગામમાં એકતા નગરમાં રહેતો 25 વર્ષનો પ્રકાશ ગણેશભાઇ રાજપુત હેવી વોટર પ્લાન્ટમાં નોકરી કરતો હતો. જેને રજા હોવાને કારણે તે તેના બે મિત્રો સાથે સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીકથી પસાર થતી મહી નદી કિનારે પિકનીક મનાવવા માટે ગયા હતા. પિકનીક મનાવ્યા પછી તેઓ મહી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા.

મહત્વનું છે કે, મહી નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રો પૈકી પ્રકાશ રાજપુત એકાએક નદીના વહેતા પાણીમાં તણાવવા લાગ્યો હતો. પ્રકાશે પોતાનો જીવ બચાવવા માટે જોર જોરથીબુમો પણ પાડી હતી. મિત્રોએ તેણે બચાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, પ્રકાશ જોત જોતામાં મહી નદીના ભારે પ્રવાહમાં તણાઇને ગુમ થઇ ગયો હતો. દરમિયાન આ અંગેની જાણ ગામના તરવૈયાઓને થતાં તેઓ તાત્કાલિક જ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને તણાઇ ગયેલા પ્રકાશના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરમિયાન આ ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ સાવલી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ પ્રકાશના પરિવારજનોને થતાં તરત જ તેઓ સાવલી ખાતે આવી પહોંચ્યા હતા. સાવલી પોલીસ દ્વારા પરિવારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *