ગુજરાતમાં બોર્ડની પરીક્ષામાં નોંધાયા 11 કોપી કેસ- આણંદમાં તો 50 કર્મીઓને કર્યા સસ્પેન્ડ

Board Exam 2024: રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. આ પરીક્ષા ખુબ જ મહત્વની હોય છે. તેમાં હાલ સમાચાર…

Board Exam 2024: રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. આ પરીક્ષા ખુબ જ મહત્વની હોય છે. તેમાં હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કોપી કેસ નોધતા વિદ્યાર્થીઓ (Board Exam 2024) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 11 કોપી કેસ નોધવામાં આવ્યા છે. પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવશે. જેમાં સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 કોપી કેસ નોધાયા છે.

ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોધાયેલા કોપીકેસની વાત કરવામાં આવે તો જામનગરમાં 1, આણંદમાં 4 કોપી કેસ નોધાવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતમાં 1 કોપી કેસ નોંધાયો છે. બોર્ડ દ્વારા આ વખતે ગેરરીતી અટકાવવા માટે ઘણી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર પર CCTV કેમેરા લગાવાયા છે. અને કેમેરાની નજર સામે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા બાદ પણ કેન્દ્ર પરના ફુટેજ ચકાસવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ચલાવી લેવામાં નહી આવે.

પરીક્ષામાં ગેરરીતી કરનાર સામે શું કાર્યવાહી થઈ શકે
પરીક્ષાઓમાં ચોરી કરનાર દોષિત વ્યક્તિ સામે ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું.

માસ કોપી કેસમાં સરકારે આપ્યા છે તપાસના આદેશ
આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોધવામાં આવ્યો છે. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની ઘટના છે અહી વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. મીડિયાના અહેવાલ બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા
રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.