Gujarat Board Result 2023: માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GSEB RESULT ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ તારીખ 02 મેને મંગળવારના રોજ આવી ગયું છે. મળેલી માહિતી અનુસાર તેમાં સૌથી વધુ પરિણામ હળવદ (Halvad) કેન્દ્રનું આવ્યું છે. જ્યારે લીમખેડા (Limkheda) કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ સવારે નવ વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાનું 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 66.54 ટકા જાહેર થયું હતું.
પાટણમાં આવેલા અંતરિયાળ ગામ કાતરવા ગામના ખેડૂત પરિવારની દીકરી રબારી આશાબેન પરબતભાઇએ ધો.12 સાયન્સમાં A-2 ગ્રેડ કોઈ પણ પ્રકારના ટ્યૂશન વગર હોસ્ટેલમાં રહીને પ્રાપ્ત કર્યો છે. ખેડૂત પરિવારની દીકરી રબારી આશાબેન પરબતભાઇએ ધોરણ 12માં 99.50 PR રેન્ક મેળવી પાટણનું ગૌરવ વધાર્યું હતું.
ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.