સુરત: આજકાલ યુવામાં સ્ટન્ટ કરતા વિડીયો બનવવાનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. આ દરમિયાન સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના મિત નામના કિશોરની ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી આવી હતી. જોકે, ધોરણ-8માં ભણતાં આ મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો તે હજુ રહસ્ય છે.
પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. મીત સ્ટન્ટ સહિત ડાન્સના વિડીયો બનાવી સોશિયલ મીડીયા પર સતત અપલોડ કર્યાં કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને આ પછી ઘટના બની હોવાનું પીઆઈ એમ. કે.ગુર્જરે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અનસુયા, દીકરી હેની ઉર્ફ હેતુ અને નાનો દીકરો મીત છે. મીતના પિતા અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઈડરનું ખાતું ધરાવતા હોવાની માહિતી મળી છે. મીત હાલ ધોરણ 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો. જાણવા મળ્યું છે કે, મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખુબ જ શોખ હતો. ઉપરાંત તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા પણ મારતો રહેતો હતો.
આ પ્રવૃત્તિઓનો તે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરતો હતો. આ દરમિયાન મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટનો વીડિયો બનાવતા સમયે તેના ગળામાં ફાંસો અટક્યો હતો અને તેનું મોત નિપજ્યુ છે. તેના માતાપિતાએ તેને વીડિયો બનાવવા બાબતે અગાઉ પણ ટોક્યો હતો. પરંતુ ગઈકાલે મોડી સાંજે માતા પાડોશમાં ગયા હતા. ત્યારે બાલ્કનીમાં ખીલી પર કાપડની દોરી લટકાવી હતી. પગ બારણા પર મૂક્યો હતો. ત્યારે બારણુ બંધ થઈ ગયું અને મીતને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયો હતો.
સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જણાયું હતું. પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગેલેરીમાં પાંચેક ફુટ ઉપર લાગેલા ખિલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી અને આ દોરીથી મીત ફાંસો ખાધેલી હાલતમાં પડ્યો હતો. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઉપરાંત તેની ગરદન પણ ઝુકી ગયેલી જોવા મળી હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.