મહિના પહેલા ગુમ થયેલી અમદાવાદી યુવતીની લાશ પૅરિસની નદીમાંથી મળી આવતા ચકચાર- જાણો શું છે મામલો

અમદાવાદ(Ahmedabad): વિદેશ (Abroad)માં રહેતા ગુજરાતીઓની હત્યા (Murder)ના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. એવામાં શહેરના નરોડા(Naroda) વિસ્તારની એક મહિલા સાધના શૈલેષ પટેલ (31)ની લાશ પેરિસ (Paris)ની સીન નદી (Seine River)માં તરતી મળી આવી હતી. યુવતીના પરિવારજનોને તેના મોતમાં કાંઇક અજુગતું થયાની આશંકા છે. 14 એપ્રિલ, 2022ના રોજ સાધનાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે 6 ઓગસ્ટે અમદાવાદ પહોંચ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

લાશ મળી આવતા પરિવારે દાવો કર્યો હતો કે, લાશ ખરાબ રીતે સડી ગઈ હોવાથી તેઓએ તેને ઓળખવામાં પણ મુશ્કેલી પડી હતી. મુંબઈમાં રહેતી સાધનાની બહેન મનિષા શાહે જણાવ્યું હતું કે, “પેરિસ પોલીસને આપઘાતની શંકા છે પરંતુ અમને લાગે છે કે આ ઘટનામાં કાંઇક અજુગતું થયું છે. કારણ કે, પેરિસમાં કામ કરતો તેનો પતિ શૈલેષ પટેલ પણ મળી નથી રહ્યો.” હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સાધનાના 2016માં શૈલેષ સાથે લગ્ન થયા હતા. તેઓ 2018માં યુક્રેન શિફ્ટ થયા હતા. તેમના એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જેથી યુક્રેન પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓ કોઈક રીતે કાનૂની સહાય મેળવવામાં સફળ રહ્યા અને પછી 2020માં પેરિસ શિફ્ટ થયા હતા.

આ અંગે મૃતકની બહેને કહ્યું કે, તેણીએ અમને તેના પતિ સાથેના તેના હિંસક વર્તન વિશે પણ કહ્યું હતું. તે તેનાથી અલગ થઈ ગઈ હતી અને રાજ્ય સંચાલિત આશ્રયસ્થાનમાં રહેતી હતી. માર્ચ 2022થી તે અમારા સંપર્કમાં નહોતી. આ પછી 24 મે, 2022ના રોજ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સાધનાના પરિવારને જાણ કરી હતી કે પેરિસ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે.

આ અંગે જાણવા મળ્યું છે કે, સાધના 4 માર્ચ, 2022ના રોજ જ્યારે ખરીદી કરવા ગઈ હતી, ત્યારે આશ્રય સ્થાનમાંથી ગુમ થઈ ગઈ હતી અને તેનો મૃતદેહ એપ્રિલ 2022માં મળી આવ્યો હતો અને અમને મે મહિનામાં તેના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ અંગે મૃતકના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, સાધનાનો પતિએ શા માટે તેની બોડી ન લીધી? આ દંપતીને અલગ થવાનું કારણ શું છે.

આ અંગે મૃતકની બહેનને જણાવ્યું કે, શંકાસ્પદ લાગ્યું કે, તેની બહેનનો મૃતદેહ ગાયબ થયાના એક મહિના પછી નદીમાં તરતો મળી આવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું કે, “અમે સોમવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા, પરંતુ ન્યાય મેળવવા માટેનો અમારો સંઘર્ષ હવે શરૂ થાય છે. અમે ફ્રાન્સની સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવા માટે ભારત સરકારના સર્વોચ્ચ પદનો સંપર્ક કરીશું. અમે ગુજરાત સરકારનો પણ સંપર્ક કરીને અમારો કેસ કેન્દ્ર સમક્ષ ઉઠાવીશું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *