રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યો હતો. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ જતા હોવાનો વિડીયો વાઈરલ થઇ રહ્યો હતો. કારમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં વાયો હતો.
જ્યારે છેલ્લા 24 કલાકથી કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ શરુ કરવામાં આવી હતી. તે દરમિયાન સવારના 6 વાગ્યાની આસપાસ પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુતેલી મળી આવી હતી. એટલું જ નહીં, ડ્રાઇવર હજુ પણ ગુમ છે.
રાજકોટના નીલ સિટી બંગલોમાં રહેતાં પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા વણિક ઉદ્યોગપતિ કિશનભાઇ જમનાદાસભાઇ શ્રીમાંકર શાહ અને તેમના 2 ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા તથા રૈયા ગામના શ્યામ ગોસ્વામી-સાધુ લોધિકાના છાપરાની નદીમાં પોતાની આઇ-20 કાર સાથે તણાઇ ગયા હતાં. તેમાં આગળ જતાં એક ડ્રાઇવર કારમાંથી બહાર નીકળતા તે બચી ગયો હતો. પરંતુ કિશનભાઇ અને ડ્રાઇવર શ્યામ તથા કાર મળી ન હતી.
આજે સવારે ફરીથી શોધખોળ કરવા માટે 3 ટીમો હોડી, ઓક્સિજન, માસ્ક સહિતની સાધન સામગ્રી સાથે નદીમાં ઉતરીને તેમની શોધખોળ કરવામાં આવી હતી. 24 કલાકની શોધખોળ બાદ બપોરે સવા બાર વાગ્યાની આસપાસ જ્યાંથી કાર તણાઇ હતી ત્યાંથી આશરે 500 મીટર દૂરથી કાદવમાં ખુતેલી હાલતમાં કાર મળી આવી હતી. એટલું જ નહીં, કારની અંદરથી ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી માહિતી મુજબ, ગઇકાલે વરસતા વરસાદમાં ઉદ્યોગપતિ કિશનભાઇ તેમના સાળા જીતુભાઇ અને બે ડ્રાઇવર સંજય બોરીચા તથા શ્યામ સાધુને સાથે પોતાની ફેક્ટરીએ જી રહ્યા હતા. રસ્તામાં મેટોડાથી એક મહિલા કર્મચારીને પણ કારમાં બેસાડવામાં આવ્યા હતા. એ દરમિયાન કાર શ્યામ ચલાવી રહ્યો હતો. કાર છાપરા પાસે પહોંચી ત્યારે વોંકળામાં ખૂબ પાણીનું વ્હેણ હોવાથી શ્યામે કાર આગળ લઇ જવી જોખમી લાગ્યું હતું. પરંતુ કિશનભાઇ શાહએ કંઇ નહી થાય કાર નીકળી જશે તેમ કહીને ડ્રાઇવર શ્યામને બાજુની સીટમાં બેસાડ્યો હતો અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા હતાં.
કારમાં કિશનભાઇ તથા બે ડ્રાઇવર સંજય અને શ્યામ એમ ત્રણ વ્યક્તિ હતાં. ત્યારબાદ કિશનભાઇએ કાર ચલાવી હતી. પણ કાર થોડે આગળ જતાં જ તણાઇ જવા લાગી હતી. આગળ જતાં ઝાડમાં અટવાતાં પાછળથી એક ડ્રાઇવર બહાર આવી ગયો હતો. પરંતુ કિશનભાઇ અને ડ્રાઇવર શ્યામ ગોસ્વામી કાર સહિત તણાઇ ગયા હતાં. જેનો મોડી રાત સુધી કોઈ જાણ થઇ ન હતી.
આજે સવારે એનડીઆરએફની ટીમે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ અને કલેકટર તંત્રની ટીમોએ હોડીઓ સાથે પહોંચી ફરી શોધખોળ શરુ કરી હતી. ઘટનાના 24 કલાક બાદ બપોરે કાર જ્યાંથી તણાઇ હતી તેનાથી આશરે 500 મીટર દૂરથી મળી આવી હતી. આ જગ્યાએથી ખુતેલી હાલતમાંથી કાર મળી આવી હતી. કમનસીબે ઉદ્યોગપતિ કિશનભાઇ શાહનો મૃતદેહ પણ કારમાંથી જ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ખુતેલી કારને મહામહેનતે ક્રેઇન અને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.