સોશિયલ મીડિયા પર અવારનવાર સરકારના કેટલાંક કૌભાંડોનો પરદાફસ થતો હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં જ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભવ્ય શ્રીરામ મંદિરના માટેના ભંડોળના સંગ્રહને લઈ સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોએ જાગૃતતા ફેલાવી છે પરંતુ મોરાદાબાદ જિલ્લામાંથી કથિત હિન્દુ સંગઠન દ્વારા રામ મંદિર નિર્માણના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી
આની સાથે જ થોડા દિવસ અગાઉ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે, નર્મદામાં પોલીસ દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર રોજિંદું કૅશ એકત્ર કરી રહેલ કંપની રાઇટર બિઝનેસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડનાં કર્મચારીઓની વિરુદ્ધ સ્ટેચ્યૂ ઑફ યુનિટી તથા તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટ્સમાંથી 5.25 કરોડ જેટલા રૂપિયાની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી હતી.
આવી જ એક કૌભાંડની ઘટના હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરમાં રહેતાં ‘આપ’ પાર્ટીનાં ઉમેદવાર તુષાર મેપાણી દ્વારા આ કૌભાંડનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. કૌભાંડ વિશે વાત કરીએ તો, કોરોના રેપીડ તપાસના નામે કૌભાંડ ચાલી રહ્યું હતું.
જેમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ સાંઈ શ્રદ્ધા રેસીડેન્સીમાં ચાલી રહેલ ટેસ્ટમાં દર્દીની જાણ હોય વિના એમનાં નામનો રીપોર્ટ બનાવીને તેમજ આની સાથે જ ડોકટરોની સહીની સાથે બોગસ રીપોર્ટ બનાવવાનો આક્ષેપ તુષાર મેપાણી દ્વારા મુકવામાં આવ્યો છે.
આની સાથે જ શહેરના અનેકવિધ વિસ્તારોમાં પણ આવી જ રીતે બોગસ રીપોર્ટ બનાવવાનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો છે. હવે તો આગળ જોઈએ કે શું થાય છે! એક જાગૃત નાગરિક તરીકેની ફરજ ‘આપ’ પાર્ટીનાં ઉમેદવાર તુષાર મેપાણીએ બજાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle