સુરતમાં ધમધમતા બોગસ ડિગ્રી રેકેટનો પર્દાફાશ: પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી, 3 ઈસમોની ધરપકડ

Fake Degree Racket in Surat: સુરત શહેર જાણે બોગસ ડિગ્રીનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.અગાઉ સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને…

Fake Degree Racket in Surat: સુરત શહેર જાણે બોગસ ડિગ્રીનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.અગાઉ સિંગણપોર પોલીસ દ્વારા નકલી માર્કશીટ અને બોગસ ડીગ્રી(Fake Degree Racket in Surat) કૌભાંડ ઝડપાયું હતું.ત્યારે આજે ફરી એકવાર ઉતરાણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું પાડ્યું છે.

સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો ઉતરાણ પોલીસે પર્દાફાશ કરી દીધો છે. વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણબોર્ડ અને યુનિવર્સીટીઓની નકલી ડિગ્રી તેમજ માર્કશીટો બનાવી લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે.

આ કૌભાંડ અંગે ઉતરાણ પોલીસને જાણ થતા ઉતરાણ પોલીસે 24 વર્ષીય ધ્રુવિન મગનભાઈ કોઠીયા,36 વર્ષીય વિશાલ મહેશભાઈ તેજાણી અને 25 વર્ષીય ફેનિલ વિનુભાઈ મોરડીયાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં બહાર આવ્યું હતું કે,આ સમગ્ર કૌભાંડ યુકેથી બોની નામનો યુવક ચલાવતો હતો.જે એક સર્ટીફિકેટના 80 હજારથી 1.30 લાખ સુધીની રકમ લેતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ઝડપાયેલ આરોપી લોકોને બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ રૂપિયા લઇ બનાવી આપે છે.જે કૌભાંડના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અને અનેક ખુલાસા બહાર આવે તેવી શકયતા રહેલી છે. આ સમગ્ર કૌભાંડ ના માસ્ટર માઈન્ડ યુકેમાં બેઠેલો છે અને દેશભરમાં આ માસ્ટર માઈન્ડ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે.ત્યારે ઉતરાણ પોલીસે હાલમાં આ 3 આરોપીની ધરપકડ કરી મોબાઈલ,લેપટોપ તેમજ અન્ય વસ્તુ મળી કુલ 1,59,000નો મુદામાલ કબ્જે કર્યો છે.

તેમજ આ કૌભાંડમાં પોલીસ તેની ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે. જ્યાં આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સહિત અલગ અલગ યુનિવર્સિટીઓ ના કર્તાહર્તાઓની ધરકપડ થાય તો નવાઈ નહીં.