આ પરણીતાને TIK TOK માં વીડિયો બનાવવો ભારે પડ્યો, થયા 2 માસુમના મોત. જાણો કારણ

આમતો સામાન્ય રીતે ઘરમાં ઝઘડાઓ થતા હોય છે, પણ શું તમે જાણો છો કે આ TIK TOK ના કારણે પણ ઘરમાં ઝઘડા થવાથી સબંધોમાં નબળાઈ…

આમતો સામાન્ય રીતે ઘરમાં ઝઘડાઓ થતા હોય છે, પણ શું તમે જાણો છો કે આ TIK TOK ના કારણે પણ ઘરમાં ઝઘડા થવાથી સબંધોમાં નબળાઈ આવે છે. તેવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે, જેને જાણીને તમે ચોંકી જશો.

TIK TOKમાં વીડિયો બનાવવાના શોખીન હોવ તો તમે ચેતી જજો કારણ કે, તમિલનાડુની એક પરિણીતાને TIK TOKમાં વીડિયો બનાવવો ભારે પડ્યો. પત્નીની આ આદતના કારણે પતિ સાથે અવાર નવાર તકરાર થતી હતી. જેના કારણે મહિલાએ અંતે કંટાળીને ઝેર પીને આપઘાત કરી લીધો. TIK TOKના કારણે બે સંતાનો માતાની મમતા ગુમાવી બેઠા.

તામિલનાડુના પેરામ્બલુરનાં અરિયાલુરમાં એક પરિણીતા પોતાના પતિ સાથે રહેતી હતી. આ પરિણીતાના બે પુત્રો હતા. આ મહિલાને TIK TOKમાં નવા-નવા વીડિયો બનાવવાની વધારે ટેવ પડી હતી. પરિણીતાની આ ટેવ તેના પતિને પસંદ ન હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. પતિએ ઘણીવાર પત્નીને TIK TOKમાં વીડિયો બનાવાની ના પાડી, પણ પત્ની પતિનું કહેવું માનતી ન હતી અને તેણે TIK TOKમાં વીડિયો બનવવાનું ચાલુ રાખ્યું.

પત્નીની TIK TOKમાં વીડિયો બનાવવાની ટેવના કારણે પતિ-પત્ની વચ્ચે કંકાસમાં વધારો થયો હતો. રોજબરોજના કંકાસથી કંટાળેલી પરિણીતાએ TIK TOKમાં લાઈવ વીડિયો કર્યો અને ત્યારબાદ ઝેરી દવા પી લીધી. આમ TIK TOKના કારણે પરિણીતાએ જીવ ગુમાવ્યો અને બે બાળકોએ માતાની મમતા ગુમાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *