રિલીઝ પહેલા જ ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ ‘એવેન્જર્સ એન્ડગેમ’

Published on: 2:23 pm, Thu, 25 April 19

હાલના દિવસોમાં પહેલા તેમના બોઇલર આવી જાય છે. ફિલ્મના ફેન્સ પણ આ વાતથી પરેશાન છે કારણકે ફિલ્મ જોયા પહેલાં જ તેનો અંત ખબર પડી જાય છે જેથી ફિલ્મ જોવાની મજા રહેતી નથી. આવો જ હાલ દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય રહેલી ફિલ્મ Avengers Endgame નો છે. ફિલ્મ પાયરસી વેબસાઈટ Tamilrokers ની શિકાર થઈ ચૂકી છે.

૨૬ એપ્રિલના રોજ રિલીઝ થવાની ફિલ્મ ટોરેન્ટની ઘણી બધી વેબ સાઇટ પર રિલીઝ પહેલા જ લીક થઈ ચૂકી છે. આ પહેલા જ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા બધા સીન્સ પણ લીક થઇ ચુકેલા છે. તેના કારણે ફિલ્મના નિર્દેશક રૂસો બ્રધર્સ ટ્વિટર પર લોકોને ચિઠ્ઠી લખી ને અનુરોધ કર્યો કે આવા વીડિયો આગળના ફેલાવે.

શા માટે ફિલ્મ ચર્ચામાં છે?

માર્વેલ સ્ટુડિયો ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘એવેન્જર્સ’ પછી ત્રીજો ભાગ ‘એવેન્જર્સ ઇન્ફીનિટી વોર’ નો આ બીજો ભાગ ‘એવેન્જર્સ એન્ડ ગેમ’ આ મહિનાની 26 તારીખે રિલીઝ થવા જઇ રહ્યો છે. પાછલી ફિલ્મમાં ઘણા બધા સુપરહીરોઝની મોત થઈ ચૂકી છે અને આ ફિલ્મમાં સુપર હીરો અને પાછા લાવવાના રસ્તાઓ શોધી રહ્યા છે.

આ ફિલ્મના લીક કરનાર વેબસાઈટ tamilrockrs ને પણ મુશ્કેલીઓ વધી શકે છે. ફિલ્મની piracy ને પ્રોત્સાહન આપવું એ ગુનો છે જેથી વેબસાઈટને દંડ પણ થઈ શકે છે.