ચાર ચાર બંગડીવાળી ગીત થી ફેમસ થયેલી કિંજલ થઇ ભાજપ માં શામેલ- જુઓ તસ્વીરો

ગુજરાતની જાણીતી લોક ગાયિકા અને ‘ચાર ચાર બંગડી…’ ગીત થી પ્રખ્યાત થયેલી કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના…

ગુજરાતની જાણીતી લોક ગાયિકા અને ‘ચાર ચાર બંગડી…’ ગીત થી પ્રખ્યાત થયેલી કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયક કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીને મળી હતી. ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારી હતી. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યા હતા.

કિંજલ દવેએ પોતાના ઓફીશીયલ ફેસબુક પોસ્ટ કરતા લખ્યું કે, ‘કેસરીયો, કમળ અને વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી જ દેશની 125 કરોડ જનતાના હૃદયમાં છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે શ્રી કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારૂ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે. હું પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આદરણીય શ્રી ભરતભાઇ પંડ્યાનો આભાર માનું છું. તેમજ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત તમામ મારા ચાહકો અને મિત્રોને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું.’ તેમ જણાવ્યું હતું.

કિંજલે ફેસબુક પોસ્ટ માં લખ્યું હતું કે, “કેસરીયો , કમળ અને વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદિ હંમેશાથી જ દેશની 125 કરોડ જનતાના હૃદયમાં છે ત્યારે ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે શ્રી કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી Jitu Vaghani ના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારુ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે હું પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આદરણીય શ્રી ભરતભાઇ પંડયા Bharat Pandya નો આભાર માનું છું તેમજ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીથી પ્રભાવિત તમામ મારા ચાહકો અને મિત્રો ને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું તમે તમારી સદસ્યતા 8980808080 આ નંબર પર મિસકોલ કરી અને તમારું ફોર્મ ભરી અને તમારી સદસ્યતા નોંધાવી શકો છો recommended person મા મારું નામ પણ લખી શકો છો સાથે સાથે તમામ ગુજરાતી લેરી લાલા ના આશીર્વાદ હંમેશા અમારી પર રહે તેવી આશા સાથે ધન્યવાદ??”

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ લોકગાયિકા ગીતા રબારી પણ પીએમ મોદીને મળ્યા હતા અને પ્રશંષા કરી હતી, સુત્રોનું માનીએ તો ભાજપ મોવડી મંડળ આવનારા દિવસોમાં ગુજરાતના લોક કલાકારોને ભાજપમાં આવવા આમંત્રણ પાઠવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *