આ તારીખથી બાળકોની રસીનું રજીસ્ટ્રેશન થશે શરૂ, કેવી રીતે કરશો વેક્સિન બુક? -જાણો A TO Z માહિતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે રસીકરણ(Vaccination)ની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ સિવાય તેમણે હેલ્થકેર(Healthcare) અને ફ્રન્ટલાઈન વર્કર્સ(Frontline Workers)ને કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ આપવાની પણ વાત કરી. સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેમને અન્ય કોઈ રોગ છે, તેમને પણ રસીની સાવચેતીનો ડોઝ આપવામાં આવશે. રસીકરણને લઈને લોકોમાં આ મૂંઝવણ દૂર કરવા માટે કોવિન એપના વડા અને નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડૉ આરએસ શર્માએ સંપૂર્ણ માહિતી આપી છે.

1. કોવિનમાં કયા ફેરફારો કરવાના છે?
Cowin એપ પહેલાથી જ એકદમ અસરકારક છે. આમાં 18 વર્ષથી ઉપરની સાથે હવે 15-18 વર્ષના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત, કોવિન દ્વારા જ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારો સિવાય 60 થી વધુ વસ્તી માટે સ્લોટ બુક કરવાના છે. આ વધારાના બોજ માટે અમે કોવિન એપ પહેલેથી જ બનાવી છે.

2. બાળકોની એપોઈમેંટ માટે કઈ તારીખ નક્કી કરવાની છે?
3 જાન્યુઆરીથી બાળકોને રસીકરણ શરૂ કરવામાં આવશે. તે જ સમયે, વૃદ્ધો માટે સાવચેતીના ડોઝની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. બાળકો માટે, અમે 1 જાન્યુઆરીથી નોંધણી શરૂ કરીશું. તેઓ આ દિવસથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને સ્લોટ બુક કરી શકશે. તેમનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થશે.

3. દેશમાં15 થી 18 વર્ષની વયજૂથના બાળકો પાસે ઘણા આઈડી પ્રૂફ નથી. ઘણા બાળકો પાસે આધારકાર્ડ પણ નથી. આવી સ્થિતિમાં, તેમની નોંધણી માટે કયા દસ્તાવેજો માન્ય રહેશે?
હા, બાળકો પાસે ઘણા આઈડી પ્રૂફ હોતા નથી. Cowin એપ પર, અમે પહેલાથી જ આધાર સાથે નવ દસ્તાવેજોની યાદી આપી છે, જેના દ્વારા લોકો પોતાની નોંધણી કરાવી શકે છે. બાળકો પાસે વોટર આઈડી કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ નથી, તેથી કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાના નિરાકરણ માટે, અમે તેમનું શાળાનું આઈડી કાર્ડ પણ નોંધણી માટે માન્ય બનાવીશું.

4. ગ્રામીણ વિસ્તારોમાં ઘણા બાળકો પાસે સ્કૂલ આઈડી પણ નહીં હોય, તેમના માટે વ્યવસ્થા?
આ પ્રશ્ન ખૂબ જ પેચીદો બની ગયો છે. મારા મતે, તેમની પાસે કોઈને કોઈ આઈડી કાર્ડ અથવા બીજું હોવું જોઈએ. તેમ છતાં જો અમને આવી કોઈ સમસ્યા જોવા મળશે તો અમે સરકાર સાથે વાત કરીને તેનો ઉકેલ શોધી કાઢીશું અને બાળકોનું રસીકરણ પૂર્ણ કરીશું.

5. બાળકોને કઈ રસી અપાશે, કોવિનમાં કેવી રીતે નક્કી થશે?
ભારત સરકારે અત્યાર સુધીમાં બાળકો માટે માત્ર બે રસી મંજૂર કરી છે. એક ભારત બાયોટેકનું Covaxin અને બીજું Zydus Cadilaનું Zycov-D  છે. અમે કોવિનમાં બાળકો માટે આ રસીના સ્લોટ્સ પ્રદાન કરીશું. કયો ડોઝ અને તે ક્યાં હાજર છે તેની માહિતી સામાન્ય રીતે કોવિન પર હાજર રહેશે.

6. વૃદ્ધો અને ફ્રન્ટલાઈન કામદારો માટે સ્લોટ ક્યારે ખુલશે?
60 વર્ષથી વધુ વયના આરોગ્ય કર્મચારીઓનું રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થશે. આવી સ્થિતિમાં, અમે એક-બે દિવસ પહેલા તેમના રસીકરણ માટે નોંધણી ખોલીશું. એટલે કે તેમની નોંધણી 8મીથી શરૂ થઈ શકે છે.

7. કોવિશિલ્ડ અને કોવેક્સિન મેળવનારાઓને બૂસ્ટર તરીકે કઈ રસી આપવામાં આવશે, શું તે એ જ રસી હશે જે તેમને પ્રથમ મળી હતી અથવા ત્રીજો ડોઝ અન્ય કોઈ રસી સાથે જોડવામાં આવશે?
મને આ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ નિર્ણય સરકારે લેવાનો છે. ત્રીજા ડોઝ માટે મંથન ચાલી રહ્યું છે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં સામે આવશે. કોવિન પર રસીની માત્રા તે મુજબ બુક કરવામાં આવશે

8. આ લોકોએ રસીકરણ માટે નવેસરથી નોંધણી કરાવવી પડશે અથવા તેમની પાસે પહેલેથી જ કેટલીક સુવિધા છે
અત્યાર સુધી અમારી પાસે એવા લોકોનો ડેટા છે જેમને રસીના પ્રથમ બે ડોઝ મળ્યા છે. વૃદ્ધો અને આરોગ્યસંભાળ કાર્યકરોને સાવચેતીનો ડોઝ ત્યારે જ મળશે જો તેઓને બીજો ડોઝ મળ્યાના ઓછામાં ઓછા નવ મહિના થયા હોય. અમારી પાસે તેમનો ડેટા છે, તેથી તેમનો બીજો ડોઝ લેવાના 9 મહિના પૂરા થયા પછી જ તેમની નોંધણી મંજૂર કરવામાં આવશે. કયો બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે તે અંગે નિર્ણય લેવામાં આવે કે તરત જ કોવિન અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *