દિલ્હીમાં ટનલના ઉદ્ઘાટન બાદ PM મોદીએ જાતે જ ઉપાડ્યો કચરો- જુઓ વિડીયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન કોરિડોર હેઠળ બનેલી ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીની નજર ત્યાં પડેલા કચરા પર પડી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન કોરિડોર હેઠળ બનેલી ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીની નજર ત્યાં પડેલા કચરા પર પડી અને તેમણે તેને પોતાના હાથે એ કચરો ઉપાડ્યો.

આ કોરિડોર 6 લેનનો છે. કોરિડોરની મુખ્ય ટનલ, પ્રગતિ મેદાનમાંથી પસાર થઈને, રિંગ રોડને પુરાણા કિલા રોડ થઈને ઈન્ડિયા ગેટ સાથે જોડાઈ છે. તેના દ્વારા પ્રગતિ મેદાનના વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ સુધી પહોંચી શકાય છે. જણાવી દઈએ કે રીંગ રોડ, મથુરા રોડ અને ભૈરો માર્ગ પર વારંવાર જામની સ્થિતિ રહે છે. ગાઝિયાબાદ, નોઈડા, NCR પ્રદેશ જેવા આંતરછેદો અને નજીકના કેન્દ્રોમાં ઝડપી વિકાસને કારણે આ ત્રણ રસ્તાઓ પર વાહનોની અવરજવર વધી છે. દિલ્હી-મથુરા એક્સપ્રેસ વેને કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે.

આ ઉપરાંત, નોઇડા અને ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને પૂર્વ દિલ્હીમાં રહેણાંક ટાઉનશીપના ઝડપી વિકાસને કારણે ઇન્ડિયા ગેટ અને ITPO- પ્રગતિ મેદાન વિસ્તારની આસપાસના રોડ નેટવર્ક પરનો ટ્રાફિક વધુ વધવાની અપેક્ષા છે. તેથી આ કોરિડોર લોકોની અવરજવર માટે ખોલવામાં આવ્યો છે.

હાઇ-ટેક છે પ્રગતિ મેદાન કોરિડોર:
કોરિડોર સ્માર્ટ ફાયર મેનેજમેન્ટ, આધુનિક વેન્ટિલેશન, ઓટોમેટિક ડ્રેનેજ, ડિજિટલી નિયંત્રિત CCTV અને ટનલની અંદર જાહેર જાહેરાત સિસ્ટમ જેવી નવીનતમ વૈશ્વિક સુવિધાઓથી સજ્જ છે.

શું કહ્યું પીએમ મોદીએ?
ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી છે. આટલા ઓછા સમયમાં આ કોરિડોર તૈયાર કરવું સરળ નહોતું. આ કોરિડોર જે રસ્તાઓની આસપાસ બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *