આજે અમે તમને રાજસ્થાનની ભૂમિ પર જન્મેલા રામદેવ પીરના ચમત્કારિક પરચા છે આજે તમને એમના વિશે જણાવીશું. મોટા ભાગના લોકો એ નહિ જાણતા હોય કે રામદેવ પીરનો જન્મ રાજસ્થાનની ભૂમિ પર થયો હતો. પરંતુ આજે રામદેવ પીર ગુજરાત રાજ્યના ગામે ગામ પૂજવામાં આવે છે.
રામદેવ પીરે ગુજરાત રાજ્યમાં પણ ઘણા ચમત્કારિક પરચા પણ આપ્યા હતા. રામદેવ પીરના દર્શને ગયેલા લોકો ખાલી હાથે પાછા નથી આવતા. ત્યારે રામદેવ પીરે આવો જ એક પરચો જામનગરના કાલાવાડ નજીકના ગામમાં વર્ષો પહેલા આપ્યો હતો.
હાલમાં આ સ્થળને જુના રણુજા તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, હીરા ભાઈ ભરવાડ નામના એક વ્યક્તિ આ જગ્યા પર ઘેટાં બકરા ચરાવી રહ્યા હતા. તેઓ રામદેવ પીરને ખુબ જ માણતા હતા અને તેનામાં ખુબજ આસ્થા હતી.
હીરા ભાઈ ભરવાડની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને તેમણે સાક્ષાત દર્શન પણ આપ્યા હતા. હીરા ભાઈ ભરવાડએ અહી રામદેવ પીરની નાની ડેરી પણ બનાવી હતી. ત્યારબાદ તેમણે અહિયાં રોજ પૂજા કરવાની શરુ કરી અને આજે તે હીરા ભગત તરીકે ઓળખાય છે.
આજે પણ આ સ્થળે હીરા ભગતનો ધૂણો પણ આવેલો છે. જેના દર્શન કરવા માટે ભક્તો અહી દુર દુરથી આવે છે. આ જગ્યાને જુના રણુજા તરીકે ઓળખવામાં આવે છે. જયારે આ મંદિરની અંદર હીરા ભગતની સમાધિ પણ આવેલી છે.
જયારે તમે પણ આ મંદિરના દર્શન કરવા જશો ત્યારે તમને પણ ઘણા નાના બાળકોના ફોટો જોવા મળશે. માણવા આવી રહ્યું છે કે, જે લોકોને છોકરા નથી થતા તે લોકો રામદેવ પીરની માનતા રાખે છે અને જયારે તેમની માણતા પૂરી થાય છે ત્યારે લોકો પોતાન બાળકોના ફોટો અહિયાં મંદિરે દીવાલ પર લગાવે છે. અહિયાં મંદિરમાં એક પણ રૂપિયો દાન લીધા વગર ભક્તોને ભોજન પણ કરાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.