ગુજરાત (Gujarat) માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં રોજબરોજ લાખો કરોડોનો દારૂ ઝડપાઈ રહ્યો છે. ત્યારે હાલ બોટાદ (Botad) જિલ્લામાં પોલીસને બાતમી મળી હતી કે, દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેના પર કાર્યવાહી કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આરોપીઓમાં જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખનો દીકરો પણ સામેલ હતો.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન ગઢડા પોલીસને બાતમી મળી હતી. બાતમી અનુસાર તપાસ કરતા પોલીસને શહેરના બાબરપરા આ વિસ્તારમાં એક અલ્ટો ફોરવીલ માં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા હતા, તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદી બની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને કારમાં 156 નંગ વિદેશી બોટલો સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ભાજપ મહિલા ઉપપ્રમુખનો પુત્ર હતો. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર સત્તા પક્ષમાં રહેલા નેતાના પુત્ર વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.