ગુજરાતમાં આરોગ્ય મામલે ગમે એટલી યોજનાઓ બહાર પાડવામાં આવે પરંતુ રેઢીયાર તંત્ર અને ગુલ્લીમારું ડોકટરો અને સ્ટાફના કર્મચારીઓને કારણે લોકો સરકારી હોસ્પીટલમાં જતા અચકાય છે. સવારે સહી કરીને પોતાની પ્રાઈવેટ જવાબદારીઓ અને પ્રેક્ટીસ કરતા ડોકટરો સરકારનો મફતનો પગાર ખાય છે અને આ બધી ઘટનાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંડોવાયેલા હોય છે તેમ લોકમાનસમાં બેસી ગયું છે.
આ તમામ વાતો વચ્ચે બોટાદની સરકારી હોસ્પીટલની ઓચિંતી મુલાકાતે પહોચેલા કોંગ્રેસના પ્રવક્તા અને લોકસભા ચૂંટણી લડેલા મનહર પટેલે એક મોટું સ્કેમ ચાલી રહ્યું છે તેનો પ્રદાફાશ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મુકીને ભારે ચર્ચા જગાવી છે.
આ હોસ્પીટલમાં ડોકટરો માટે ૧૩ જગ્યા છે જેમાંથી ૫ ડોકટરો ની જગ્યા ભરાયેલ છે બાકીની જગ્યાએ ફાજલ પડેલી છે. અને આ ભરતી થયેલા ૫ ડોક્ટરોમાંથી હોસ્પીટલમાં માત્ર ૧ જ હાજર છે તેવું વાઈરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જણાય છે, અન્ય ગેરહાજર ડોકટરોની હાજરી પણ પુરાયેલી છે પણ હોસ્પીટલમાં હાજર નથી. આ સિવાય ૨ હેડ કલાકઁ, ૧ સીનીયર ક્લાર્ક અને ૨ ક્લાર્કમા તમામ આઉટ સોસિઁગથી ભરેલ તેમા પણ હાજર માત્ર ૧ જ છે તેવું સામે આવ્યું હતું.
હોસ્પીટલમાં પોતાની પોલ ખુલતી જોઇને હાજર ડોક્ટર અને સ્ટાફ કોઈ બોલવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે, આ વિડીયો સોશિયલ મીડીયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. આ ઘટના બહાર આવ્યા બાદ હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા હવે આગળ શું પગલા લેવામાં આવે છે. ડોકટરો દ્લીલ કરી રહ્યા છે કે આ નાઈટ શિફ્ટમાં આવતા ડોકટરો છે. આમ આ ડોકટરો હોસ્પિટલ આવતા નથી કે પછી આગળના દિવસે જ હાજરી પૂરીને બીજા દિવસે રફુચક્કર થઇ જાય છે. આ તમામ વાતો પાછળ નું સત્ય તો વધુ તપાસ બાદ જ બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.