ધ્રુજાવી દેતો અકસ્માત… સિલિન્ડરોથી ભરેલો ટ્રક પલટી જતાં બૉંબની જેમ ફાટ્યા બાટલા, જુઓ ભયાનક દૃશ્યો

બ્લાસ્ટ (blast)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્ર (Maharashtra)નાં પુણે-ઈન્દોર હાઈવે(Pune-Indore Highway) પર 200 ગેસ સિલિન્ડરો (cylinder)થી ભરેલો ટ્રક પલટી જતા સિલિન્ડરો બ્લાસ્ટ થયા હતા. તેમજ હવામાં રોકેટ (Rocket)ની જેમ ઉડવા લાગ્યા હતા. જેને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમજ ધડાકાભેર બ્લાસ્ટ થતા સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રનાં પુણે-ઈન્દોર હાઈવે પર 200 ગેસ સિલિન્ડરોથી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. ટ્રકમાં સિલિન્ડરો ભરેલા હોવાથી અકસ્માતને પગલે આ સિલિન્ડરો બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ થતાની સાથે જ  અમુક સિલિન્ડરો હવામાં રોકેટની જેમ ઉડવા લાગ્યા હતા. તેમજ તેનો અવાજ જાણે બોંબ ફાટતો હોય એવો આવતો હતો. આ સિલિન્ડરોનાં અવાજનાં કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ જાય છે.

આ દ્રશ્યો જોઈ વાહનચાલકો પણ ધ્રુજી ઉઠ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક પણે ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ સુરક્ષાનાં ભાગ રૂપે આખા હાઈવે પર ગાડીઓની આવાજાહી રોકી દેવામાં હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાની કે કોઈને પણ ઈજા થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *