ઇલેક્ટ્રિકના સમાન માંથી આવી વિચિત્ર ગંધ, વડોદરા પોલીસે જોયું તો નીકળી હજારો દારૂની બોટલ

ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ અવાર નવાર ખુબ જ મોટા પ્રમાણમાં દારુ ઝડપાતો રહે છે. ત્યારે હાલ વધુ એક વાર વડોદરા(Vadodara) રેલવે સ્ટેશન(Railway station) ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેન (Bandra-Bhuj Special Train)માં વિદેશી દારૂના 35 પાર્સલ ઝડપાયા છે. આટલા મોટા જથ્થામાં દારુ(alcohol) ઝડપાતા રેલવે તંત્ર પણ ચોંકી ઉઠયું છે.

મળતી માહિતી અનુસાર, બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે સાંજના સમયે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ઇલેકટ્રીક ગુડસ લખેલા કેટલાક પાર્સલ લીકેજ જણાયા હતા અને તેમાંથી ચીકુની વાસ આવતી હતી. જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પીઆઈ વીરેન્દ્ર આહીરની ટીમને પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં 50થી પણ વધારે પાર્સલ મળી આવતા રેલ્વે તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું.

આ 50 પાર્સલો પૈકી 35 પાર્સલમાંથી 2,484 વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન પૂછપરછ કરતા આ પાર્સલની વિતરણ વ્યવસ્થા પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાકટ ધરાવતો દીપસિંહ ભદુરીયા કરતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. પાર્સલ મોકલનારનું નામ બોકસ અને તે અંગેના કાગળીયા પર તિમિર લખેલું હતું, જે ખોટું હોવાનું પોલીસ માની રહી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *