રાજકોટ(rajkot): ગુજરાત(gujarat)માં દારુબંધી હોવા છતા દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે પોલીસ(police) દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી થતી પકડી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજ્યમાંથી દારૂની તસ્કરી અને દારૂની હેરાફેરીની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે ત્યારે રાજકોટ(rajkot)માં ખુલ્લેઆમ દારુબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.
RTO કચેરીના ગ્રાઉન્ડમાં દારૂની બોટલો
જાણવા મળ્યું છે કે, રાજકોટ RTO કચેરીના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કચેરીના ગ્રાઉન્ડમાં એક બે નહીં પરતું સંખ્યાબંધ બોટલો મળતા પોલીસ પણ હરકતમાં આવી છે. મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવતા પોલીસની કામગીરી પર હાલ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.
શું RTO કચેરીમાં રાત્રે થાય છે દારૂની મહેફિલો ?
આ ઉપરાંત, દારૂની બોટલોની વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક તંત્ર પણ હરકતમાં આવ્યું છે. RTO કચેરીના ગ્રાઉન્ડમાં સંખ્યા બંધ દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂની રેલમછેલના કિસ્સાઓ સામે આવતા હોય છે. અહી એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે, શું RTO કચેરીમાં રાત્રે દારૂની મહેફિલો થાય છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.