સુરતના સાત વર્ષીય બાળકે એક સેકેંડથી પણ ઓછા સમયમાં 150 અંકનો સરવાળો કર્યો- ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

આજકાલ બાળકોને ગણિત(Mathematics) અણગમતો વિષય લાગતો હોય છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, સુરત(Surat)ના વેસુ(Vesu) વિસ્તારમાં રહેતા એક સાત વર્ષીય બાળકે ગણિતમાં ભારે કાંઠુ…

આજકાલ બાળકોને ગણિત(Mathematics) અણગમતો વિષય લાગતો હોય છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, સુરત(Surat)ના વેસુ(Vesu) વિસ્તારમાં રહેતા એક સાત વર્ષીય બાળકે ગણિતમાં ભારે કાંઠુ કાઢ્યું છે. આ બાળકનું નામ નક્ષત્ર જૈન છે. આ સાત વર્ષીય વિદ્યાર્થીએ દોઢ વર્ષથી એબેક્સ મેથ્સ(Abacus Maths)ની પ્રેક્ટિસ કરીને બોલ સાથે રમતાં રમતાં જ 100થી લઈને 150 નંબર સુધીની તમામ ગણતરી કરી છે. કરવામાં આવેલ તમામ ગણતરી સાચી પડતા બધા જ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. જયારે નક્ષત્રની આ વિશેષ આવડતને ઈન્ડિયા બૂક ઓફનાં રેકોર્ડ(Record from India Book)માં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.

બાળક રમતા રમતા કરે છે ગણતરી: 
સાત વર્ષીય નક્ષત્ર જૈનમાં ખાસ વાત એ છે કે, બોલ રમતાં-રમતાં પણ સિંગલ ડિજિટના 150 નંબરોનો સરવાળો ખુબ જ સરળતાથી કરે છે. જયારે નક્ષત્ર જૈન પણ ગણિત પ્રત્યે અલગ જ પ્રકારની રુચિ ધરાવે છે. માત્ર સાત વર્ષીય નક્ષત્ર જૈને રમતા રમતા 0.5 સેકન્ડની ઝડપથી 150 જેટલા નંબરનો સરવાળો કરી ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે સાત વર્ષીય નક્ષત્ર જૈન 0.5 સેકંડની ઝડપથી સ્ક્રીન પર ફ્લેશ થતા સિંગલ ડિજિટનનો ઉકેલ લાવી દે છે.

સાત વર્ષીય નક્ષત્રના માતાનું પણ ગણિત ખુબ જ સારું છે: 
નક્ષત્રની માતા વીણા જૈન દ્વારા જાણવા મળ્યું છે કે, તે પણ ગણિતમાં ખૂબ જ રસ ધરાવે છે. માતાનું કહેવું છે કે, તે જ્યારે ભણતા હતા. ત્યારે મેથ્સના વિષયમાં તેમના સૌથી સારા માર્ક્સ આવતા હતા. જયારે માતાનું કહેવું છે કે, તેમના બંન્ને બાળકોનું મેથ્સ પણ ખુબ સારુ છે. બંન્ને બાળકોને અથર્વએ એબેક્સ ક્લાસિકમાં જોઈન કરવામાં આવ્યા હતા. જેમાં નક્ષત્ર દ્વારા ખૂબ સારી રીતે તેનું રિસ્પોન્સ આપવામાં આવતું નથી. જયારે નક્ષત્રની એકાગ્રશક્તિ પણ ખુબ જ સારી છે. તેમજ કોચિંગ આપતાં સર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, નક્ષત્ર ખૂબ ઓછા સમયની અંદર સારી એવી પ્રગતિ કરી રહ્યો છે. જયારે નક્ષત્ર દ્વારા પણ એવું જ પરિણામ આપવામાં આવ્યું હતું.

કોરોના વખતે ઘરમાં રહીને નક્ષત્ર કરતો હતો પ્રેક્ટિસ:
જયારે નક્ષત્ર કહે છે કે, હું એડિશનલ એપ્લિકેશન જેવા મેથ્સના જવાબો ગણતરીની સેકન્ડોમાં હાથમાં બોલ રાખીને રમતા-રમતા જ કરી દેવ છું. નક્ષત્રએ કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન ક્લાસ જ વધારે કર્યા છે. કારણ કે કોરોના હોવાથી ઘરની બહાર જઇ શકાતું ન હતું અને શાળાઓ પણ બંધ હતી. જેથી પ્રેક્ટિસ કરવા માટે નક્ષત્ર પાસે ખૂબ જ સમય હતો. જયારે નક્ષત્રનું કહેવું છે કે, હજુ પણ સારી રીતે વધુ આંકડાઓ ઓછા સમયમાં થાય તેવો હું પ્રયાસ કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *