ઘરેથી ફરાર થયેલી આઠમાં ધોરણમાં ભણતી છોકરીનું વોટ્સએપ ચેક કર્યું તો થયો મોટો ઘટસ્ફોટ

યુપીના(UP) મહારાજગંજમાં(Maharajganj) ચોવીસ કલાક પહેલા ગુમ થયેલ ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીને શોધવામાં લાગેલી પોલીસે જ્યારે છોકરીના ફોન કોલ ડિટેઈલ વિશે માહિતી મેળવી ત્યારે તેઓ ચોકી…

યુપીના(UP) મહારાજગંજમાં(Maharajganj) ચોવીસ કલાક પહેલા ગુમ થયેલ ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીને શોધવામાં લાગેલી પોલીસે જ્યારે છોકરીના ફોન કોલ ડિટેઈલ વિશે માહિતી મેળવી ત્યારે તેઓ ચોકી ગયા હતા. સીડીઆરમાંથી(CDR) જે બાબતો સામે આવી છે તે મુજબ છોકરીએ મોડી રાત સુધી લાંબી ચેટ કર્યા બાદ 36 છોકરાઓને બ્લોક કર્યા છે. આટલા છોકરાઓને જોયા પછી પણ કોણ તેને લલચાવીને ભગાડી ગયું, જેની પોલીસ હજુ સુધી પુષ્ટિ કરી શકી નથી.

પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે ફરિયાદ મળી હતી કે શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પાછી ફરી ન હતી. તે દરમિયાન જ્યારે પરિવારજનોએ શાળાનો સંપર્ક કર્યો તો ખબર પડી કે બાળકી પરીક્ષા માટે પહોંચી જ નથી. કંઈક અઘટિત થવાની ધારણા સાથે, સંબંધીઓ છોકરીને શોધવા કોતવાલી પહોંચ્યા, જ્યાં પોલીસે ફરિયાદ નોંધી અને છોકરીની શોધ શરૂ કરી.

યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કેસમાં પ્રાથમિક તપાસ માટે તેના મોબાઈલની વોટ્સએપ ચેટ સ્કેન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વોટ્સએપ ચેટના આધારે યુવતીના મિત્રને ફોન કરીને તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન સીડીઆર રિપોર્ટમાં 36 નંબર મળી આવ્યા હતા જેની સાથે આ યુવતીએ રાતના બે વાગ્યા સુધી લાંબી ચેટ કરી હતી. એક પછી એક આ તમામ નંબર બ્લોક થઈ ગયેલા હતા. પોલીસ આ છોકરાઓની પૂછપરછ કરી રહી છે જેની સાથે યુવતીએ મોડી રાત સુધી ચેટ કરી હતી.

તપાસ દરમિયાન, એક વિદ્યાર્થી મળી આવ્યો જેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થીનીને ઇચ્છતો હતો અને તેણીને આર્થિક મદદ પણ કરતો હતો. તેને ખબર ન હતી કે છોકરી ઘણા છોકરાઓ સાથે વાત કરતી હતી. આ કહ્યા બાદ તે રડવા લાગ્યો હતો. પોલીસકર્મીઓએ તેને સમજાવ્યા બાદ તેને શાંત પાડ્યો હતો.

મળેલી માહિતી અનુસાર, યુવતીને કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન અભ્યાસ માટે પરિવારના સભ્યોએ મોબાઈલ ફોન ખરીદી આપ્યો હતો. વિદ્યાર્થિની ઘરેથી નીકળતા પહેલા તેનો સ્માર્ટ ફોન ઘરે મૂકીને તેના ફેસબુક ફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. જોકે જતા પહેલા તેણીએ તેના મિત્રને સમગ્ર વાત જણાવી હતી. પોલીસે બાકીના બ્લોક નંબરો અને તેનાથી સંબંધિત વ્યક્તિઓ સાથે વાતચિત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *