દીકરીની આબરૂ લુંટતો ફોટો પાડી નરાધમે સ્ટેટસમાં ચડાવ્યો, નરાધમની હેવાનિયત જોઈ ધ્રુજી ઉઠ્યો પરિવાર

ક્રૂરતાનો વધુ એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક હેવાન યુવકે સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કૃત્ય કરતી વખતે તેણે સગીરા સાથે…

ક્રૂરતાનો વધુ એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક હેવાન યુવકે સગીર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કૃત્ય કરતી વખતે તેણે સગીરા સાથે ફોટો પણ લીધા હતા, અને તેણે આ ફોટો સ્ટેટસ પણ ચડાવી દીધો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આવી તો દરરોજ કેટકેટલી ઘટનાઓ સામે આવી રહી છે, છતાં કોઈકને કોઈ રીતે આ નરાધમો થોડો સમય જેલમાં રહી બહાર આવી જાય છે અને ફરીવાર આવી જ ઘટનાને અંજામ આપે છે.

આ ઘટના અટારા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતી એક સગીર યુવતી કામ પરથી ઘરે જઈ રહી હતી. આરોપ છે કે આ દરમિયાન ગામનો એક છોકરો તેને પકડીને નજીકના ખેતરમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની આબરૂ લુંટતી વખતે આ નરાધમે મોબાઈલમાં ફોટો પણ પાડી લીધો હતો. અને બાદમાં નરાધમે આ ફોટો સ્ટેટ્સમાં ચડાવી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી હતી.

ઘરે જઈ જણાવી દર્દનાક આપવીતી
બીજી તરફ સગીર યુવતી કોઈક રીતે યુવકના ચુંગાલમાંથી છટકીને ઘરે પહોંચી હતી. અહીં તેણે તેના પરિવારના સભ્યોને તેની આપવીતી સંભળાવી. દીકરીની વાત સાંભળતા જ પરિવાર ધ્રુજી ઉઠયો હતો. ત્યારબાદ આ અંગે પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા યુવક-યુવતી
આ સમગ્ર ઘટના પર એએસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે છોકરી અને છોકરો એકબીજાને પહેલાથી જ ઓળખે છે. અત્યાર સુધીની તપાસમાં બંને સગીર હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીને જેલમાં મોકલી આપ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે પીડિત પરિવારની ફરિયાદ પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તે જ સમયે, વધતા ગુનાઓના પ્રશ્નના જવાબમાં, એએસપીએ કહ્યું કે લોકોને સતત જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અપહરણ કરી સગીરાનું દુષ્કર્મ
ગત દિવસે પણ જિલ્લામાં એક સગીર બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપ છે કે ગામના બે યુવકો સગીરને પોતાની સાથે લઈ ગયા અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે મોબાઈલથી અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *