કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર, AAPમાં આંટો મારીને આવેલા ઈન્દ્રનીલને જાણો ક્યાથી મળી ટિકિટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. કોંગ્રેસે વિધાનસભા…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ને માત્ર થોડાંક દિવસો જ બાકી રહ્યા છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. આપ(AAP)માંથી કોંગ્રેસ(Congress)માં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru)ને રાજકોટ(Rajkot) ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કોંગ્રેસની ત્રીજી યાદી છે. આ પહેલા કોંગ્રેસે બે યાદી જાહેર કરી હતી. આજે 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના વધુ 7 ઉમેદવારો જાહેર:
ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. જયારે રાપરથી બચુભાઈ અરેથીયા, વઢવાણથી તરુણ ગઢવી, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દીપક બારોટ અને ગણદેવીથી અશોકભાઈ પટેલને ટીકીટ આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કોંગ્રેસની ત્રીજી યાદી છે. આ પહેલા કોંગ્રેસે બે યાદી જાહેર કરી હતી. આજે 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *