ઘર્ષણને બદલે એકબીજાને ભેટી પડ્યા કાર્યકર્તાઓ- કોંગ્રેસના ઉમેદવારે ભાજપ ઉમેદવારના પગે પડી લીધા આશીર્વાદ

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)માં ભાજપ(BJP)માંથી ભરત પટેલ(Bharat Patel) મેદાનમાં ઉતર્યા છે. તો કોંગ્રેસ(Congress)માંથી નરેશ વળવી(Naresh Valvi)ને ટિકિટ આપવામાં આવી છે. જોવા જઈએ તો આ બેઠક પર કાંટાની…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)માં ભાજપ(BJP)માંથી ભરત પટેલ(Bharat Patel) મેદાનમાં ઉતર્યા છે. તો કોંગ્રેસ(Congress)માંથી નરેશ વળવી(Naresh Valvi)ને ટિકિટ આપવામાં આવી છે. જોવા જઈએ તો આ બેઠક પર કાંટાની ટક્કર જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, વલસાડ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરે તે પહેલા ભાજપ કાર્યાલય ખાતેથી કાર્યકરો સાથે બાઈક રેલી કાઢી મંદિરમાં જઈને ભગવાનના આર્શીવાદ લીધા હતા. તેઓ ફોર્મ ભરવા ગયા ત્યારે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.

એટલું જ નહિ પણ વલસાડના ઉમરગામમાં રાજકીય વિરોધ વચ્ચે સદભાવનાના દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ નવળીએ ભાજપ ઉમેદવાર ભરત પટેલના પગે પડીને તેમના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એકબીજા સાથે ઉમળકાભેર મળતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.

કેટલીક વાર એવુ પણ બને છે કે, ઉમેદવારી પત્ર ભરતા વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા હોય છે અને ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે. પરંતુ આ દરમિયાન નેતાઓ ક્યારેક રાજકારણનો દ્વેષભાવ ભૂલી જઈને એકબીજાને માનવતાથી મળે છે જેને લીધે કઈક અલગ જ દ્રશ્યો સર્જાય છે. ચૂંટણીની જંગમાં જાહેર મંચ પરથી ઉમેદવારો અને કાર્યકર્તાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જોવા મળતા હોય છે. જોકે ક્યાંક આવા રાજકીય સદભાવનાના દ્રશ્યો પણ સામે આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડની ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર ભાજપ ધારાસભ્ય ભરતભાઇ પટેલને ત્રીજીવાર રિપીટ કરવામાં આવ્યા છે. ભરતભાઇ પટેલ કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. મહત્વનું છે કે, ભરતભાઇ પટેલે વિજય મહુર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. વલસાડ વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતી મેળવી આગામી વિધાનસભામાં ભાજપનું કમળ ખિલાવશે એવો દાવો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *