છોકરો ગળી ગયો એલઇડી બલ્બ, ફેફસામાં જઈ ને ફસાયો, એક્સરે જોઈ ડોક્ટર પણ દંગ

કોઈપણ બાળકને રમવાનું સૌથી વધારે પસંદ હોય છે, પરંતુ રમત-રમતમાં જ ક્યારેક એવી ભૂલ કરી બેસે છે. જેનાથી તેના જીવને જોખમ ઊભું થાય છે. આવું…

કોઈપણ બાળકને રમવાનું સૌથી વધારે પસંદ હોય છે, પરંતુ રમત-રમતમાં જ ક્યારેક એવી ભૂલ કરી બેસે છે. જેનાથી તેના જીવને જોખમ ઊભું થાય છે. આવું જ કંઇક થયું છે દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના ફરિદાબાદમાં. જ્યાં એક બાળકે રમતા રમતા રમકડાં લાગેલો એલઇડી બલ્બ ગળી ગયો. બલ્બ ગળ્યા બાદ તે બાળકને ગળા અને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને સતત ખાંસી પણ આવવા લાગી.

બાળકને ખાંસી ખાતા જોઇ પહેલાં તો તેને ખાંસીની દવા લાવી ને આપી.પરંતુ તેમ છતાં ખાસી રોકાવાનું નામ ન રહી હતી અને બાળક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો ત્યારે પરિજનો તેને હોસ્પિટલે લઈ ગયા.

ડોક્ટરોએ જ્યારે બાળકને તપાસ્યો તો તેને પણ સતત થતી ખાંસી અને છાતીમાં થતા દુખાવાનું કારણ સમજમાં ન આવ્યું. ત્યારબાદ ડોક્ટરની ટીમ એ બાળકના છાતીના ભાગ નો એક્સ-રે કર્યો તો તેના હોશ ઉડી ગયા. એક્સ-રે દ્વારા માલુમ પડ્યું કે શ્વાસ નળી અને ફેફસા વચ્ચે કોઈક વસ્તુ ફસાયેલી છે. જેના લીધે બાળકને આટલી તકલીફ પડી રહી છે.

બાળકનો ઈલાજ કરનાર ડો. મનીષાના જણાવ્યા અનુસાર આ પ્રકારની સમસ્યામાં ઓપરેશન કરી આ ચીજ ને બહાર કાઢવામાં આવે છે. પરંતુ બાળકની નાની ઉંમરને જોતાં આવું કરવું સંભવ ન હતું. ડોક્ટરોને સમજણ ન પડી રહી હતી કે આ બાળકને દુખાવામાંથી રાહત કેવી રીતે આપવી. ત્યારબાદ આખી ટીમે બાળકને બેહોશ કરી એક ઉપકરણને તેના મોઢા ના રસ્તે અંદર નાખ્યું અને ફસાયેલી વસ્તુ ને બહાર કાઢી.

જ્યારે બાળકનાં ફેફસાંમાંથી ફસાયેલી વસ્તુ બહાર કાઢવામાં આવી ત્યારે ડોક્ટરો ને ખબર પડી કે હકીકતમાં તે રમકડામાં ઉપયોગ માં લેવાતી એલઇડી બલ્બ હતો. જે બાળકે રમતો દરમિયાન ભુલથી ગળી ગયો હતો અને તેને પણ તે સમયે તેની ખબર ન હતી.

બાળકની આવી ભૂલ જોઈ હોસ્પિટલના ડોક્ટરોએ લોકોને સલાહ આપી છે કે બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેના ઉપર નજર રાખો અને એ વાતનું પણ ધ્યાન રાખવું કે મોઢામાં કંઈ એવું ન નાખે જે પચી ન શકતું હોય. બાળકોને આવા રમકડાંથી દૂર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *