ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ પાછળ કરોડોના ખર્ચા કરતી સરકાર સામે ભાજપના જ નેતાઓ આવશે મેદાનમાં ?

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસોથી ખોટા પ્રમાણપત્રના આધારે અનામતનો લાભ બંધ કરો અને આવા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. જયારે બીજી તરફ,એલઆરડીમાં અનામતનો લાભ આપો તેવી માંગ સાથે માલધારી યુવતીઓ છેલ્લા 50 દિવસથી સરકાર સામે લડત લડી રહી છે. અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખની મુલાકાતને પગલે આ આંદોલન ભયાનક રૂપ લઈ શકે છે પરિણામે રાજ્ય સરકાર હવે આ આંદોલનો થાળે પાડવા તૈયાર થઇ છે. પોલીસે પણ આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા મથામણ કરી રહી છે પણ કોઈ પણ મેળ પડયો નથી. જયારે બીજી તરફ, કોંગ્રેસ પણ આદિવાસીઓને સાથ આપીને આંદોલનને વેગ આપવા તૈયારીઓ કરી રહી છે જેના કારણે સરકારની મુશ્કેલી ઘણી વધી છે.

ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડી મુદ્દે હાલ ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું છે. એલઆરડીની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલી બબાલ હવે અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાતી નજરે પડે છે. 1/8/2018 નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે છેલ્લાં એક મહિનાથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરમાં ધરણાં કરી રહી છે.

એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે વધુ એક મહિલાની તબીયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. માલધારી ઉમેદવારો ટસથી મસ થવા તૈયાર નથી. આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર મેળવી ઘણી જ્ઞાાતિ અનામતનો લાભ મેળવે છે જેથી ખોટા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.

આ આંદોલનને ભાજપના સાંસદો પરબત પટેલ,પૂનમ માડમ,કિરીટ સોલંકી,રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સમર્થન આપી ચૂક્યાં છે ત્યારે આજે ભાજપના વધુ એક સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યું છે. જેથી પ્રદેશ ભાજપ નેતાગીરી-સરકાર ચિંતામાં મૂકાઇ છે. આ કારણોસર રૂપાણી સરકાર ખુબ જ ધુઆફુઆ જોવા મળી રહ્યા છે. ભાજપના સાંસદોએ પત્ર પોલિટિક્સ રમતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો રોષ ઠાલવ્યો હતો કે, માત્ર પત્ર લખી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. પરંતુ સાંસદોએ જવાબદારીમાંથી છટકવું જોઇએ નહીં. આ પરિસ્થિતીમાં અનામતના મુદદે ભાજપમાં જ ઊંડી તિરાડ પડી હોય તેવું જોવા મળે છે. આ દરમિયાન, 12મી ફેબુ્રઆરીએ પાટીદાર,ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પ્રતિનીધીઓની એક ચિંતન શિબીરનુ ય આયોજન કરાયુ છે જેમાં અનામતનો લાભ મળતો નથી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગળની રણનિતી ઘડવામાં આવશે. જેમાં અફવાઓ ઉડી રહી છે કે, આ આંદોલનમાં ભાજપના જ 2 નેતાઓ પણ જોડાશે.

સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય સરકારે અનામત અને બિનઅનામત વર્ગના આગેવાનો, સાંસદો, ધારાસભ્યોને કહેણ મોકલીને આ પરિસ્થિતી વધુ ઉગ્ર તે માટે અત્યારથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સરકારને એવી ય ચિંતા છે કે, વિપક્ષ આ મુદ્દે પાછલા બારણે પ્રોત્સાહન આપી શકે છે જેના કારણે સરકાર માટે રાજકીય મુશ્કેલી નોતરી શકે છે.

કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે. ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અનામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં અફવાઓ ઉડી રહી છે કે, આ આંદોલનમાં ભાજપના જ 2 નેતાઓ પણ જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *