હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદમાંથી મળી રહેલ જાણકારી પ્રમાણે, મકરબા વિસ્તારમાં રહેતા તથા ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા એક વ્યક્તિને ગર્લ ફ્રેન્ડની સાથે મન-દુઃખની તાંત્રિક વિધિ કરાવવી ભારે પડી છે.આની સાથે જ કુલ 43.65 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
જો કે, છેતરપીંડી થયાનો અનુભવ થતા છેવટે ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર શહેરમાંથી છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે કે, જેમાં અનેકવિધ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે.
અમદાવાદનો એક યુવક તાંત્રિક વિધિ કરાવવા માટે જતા લાખો રૂપિયામાં છેતરાયો હોવાનું સામે આવી રહ્યું છે. અજય પટેલ કે, જે અમદાવાદમાં આવેલ મકરબામાં રહે છે તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન ચલાવીને વેપાર કરતો હતો. જો કે, અજય પટેલને મહિલા મિત્ર પર તાંત્રિક વિધિ કરાવવાનું ભારે પડયું હતું. અણી સાથે જ કુલ 43.65 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા.
જેનાં અંગે હાલમાં તો ઘાટલોડિયા પોલીસ મથકમાં કુલ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસ દ્વારા 3 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી અજય પટેલને તેની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુઃખ થયું હતું. ઘરમાં અન્ય સમસ્યાઓ દુર થાય માટે અજય તેના પરિચિત વ્યક્તિના માધ્યમથી ઘાટલોડિયામાં રહેતા તેમજ તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી તેમની પત્ની તથા તેમના ગુરુજીનો સંપર્ક થયો હતો.
નેટ બેન્કિંગ અને ચેકથી નાણા પડાવ્યા:
આ મામલે ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરતા ઘાટલોડિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર તેમજ આરોપીઓ પરિચિતના થકી સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારપછી વિધિ કરવાના નામે આરોપીએ ભોગ બનનાર પાસેથી નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. જેમાં 5 લાખ રુપીયા તથા નેટ બેન્કિંગ અને બીજા નાણાં રોકડ રકમે આપ્યા હોવાનું સામે આવ્યું છે.
અન્ય લોકો પણ શિકાર બન્યા હોવાની આશંકા:
હાલમાં પોલીસ દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતનાં પાસાની અંગે તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, શહેરમાં તાંત્રિક વિધિ દ્વારા છેતરપિંડીનો આ સૌપ્રથમ કિસ્સો નથી. પહેલા પણ આવા પ્રકારના કિસ્સા શહેરમાં સામે આવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.