સુરતની સુમલ ડેરીના ડિરેક્ટરે PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું?

Published on: 6:13 pm, Thu, 10 June 21

હાલમાં વિગન મિલ્કના નામે પ્રાણીઓના કહેવાતા અધિકાર માટે સક્રિય પીપલ ફોર ધ એથિક્લ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસને અવરોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મલ્ટિનેશનલ કંપનીઓના ઇશારે ભારતના ડેરી ઉદ્યોગને ખતમ કરવા પેટા દ્વારા મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તેની સામે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ એન.પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરી વડાપ્રધાનને લખેલા પત્રમાં પેટા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં દૂધને સંપૂર્ણ પોષક આહારનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, દૂધના સેવનથી દેહ ધાર્મિક રોજબરોજની ક્રિયાઓ શરીરને જોઇતા તમામ પોષક તત્ત્વો સરળતાથી મળી રહે છે.

10 કરોડ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા સમયે પેટા દ્વારા અમુલ ડેરીને પત્ર લખી પશુઓનું દૂધ વેચાણ બંધ કરવા ચીમકી આપવામાં આવી છે. જયેશ પટેલ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના સ્તરેથી વિરોધ થવો જોઇએ.

આ ઉપરાંત પેટા દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓના ઇશારે ભારતના ગ્રામ્ય અર્થતંત્રને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પેટાએ કાજુ, બદામ, સોયાબીન અને ચોખાના રસમાંથી તૈયાર થતાં દ્રાવણને દૂધનું નામ આપ્યું છે અને તે પ્રકારનું દૂધ વેચવા હઠાગ્રહ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ગરીબોને આ પ્રકારનું દૂધ કઇ રીતે આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.