પ્રેમમાં નિષ્ફળ થતા યુવકે ભર્યું ખૌફનાક પગલું- બે દિવસ ભૂખ્યો-તરસ્યો રહી સ્યુસાઇડ નોટ લખી…

આજકાલ પ્રેમમાં(Love) જીવ આપવો કે લેવો જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો ગુજરાત (Gujarat)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય નજીક આવેલ નંદુરબાર જિલ્લા (Nandurbar District)ના ધડગાંવ(Dhadgaon) રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેન્ડ(Bus stand) પર પ્રેમમાં નિષ્ફળતા મળતા હતાશ થયેલ એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાયું છે.

વાસ્તવમાં, શુક્રવારના રોજ રાત્રીના સમયે નંદુરબાર જિલ્લાના ધડગાંવ ગામના બસ સ્ટેન્ડ પર 23 વર્ષીય અર્જુન નામના એક યુવકે લોખંડની એંગલ સાથે કમર નો પટ્ટો બાંધી તેના વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. આ દ્રશ્ય વહેલી સવારે બસ સ્ટેન્ડ પર આવેલા મુસાફરોએ જોયું અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને ધડગાંવ બસ સ્ટેન્ડની ફ્લોરિંગ પર અશુદ્ધ હિંદી ભાષામાં ચોક થી લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જે સુસાઇડ નોટમાં આપઘાત કરનાર યુવકે પ્રિયંકા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમ હોવાની વાત લખી હતી અને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મૃતકની ઓળખ માટે પોલીસે યુવકના કપડાંના ખિસ્સા તપાસ્યા હતા, પરંતુ ઓળખ થઈ શકે તેવી કોઈ પણ ચીજવસ્તુ કે ઓળખપત્ર મળી આવ્યો ન હતો. જેથી તેની ઓળખ શક્ય બની ન હતી. તેથી સોશિયલ મીડિયાના સહારથી પોલીસ આ યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બસ સ્ટેન્ડના ફ્લોરિંગ પર ચોક વડે લખેલી અંતિમ નોટ:
હા પ્રિયંકા (નામ બદલ્યું છે) તુમસે બહોત પ્યાર કરતાં, તેરે લીએ બહુત લખા ખાયા હે. દો દિન સે ભુખા રિયા ખાલી પાણી પિયા હે. શાલતાં તક નેહી જાતા થા ઇતની ભુક્તિ મુઝે તેરે લીએ. આઈ લવ યુ પ્રિયંકા, મેં તુમસે કભી નેહી ભૂલ પાઉંગા જલ્દી લે કે જાવુંગા તુઝે પ્રિયંકા, નહીં દેખે બીના પુસા ઉસે પેલે મારૂંગા પ્રિયંકા દેખના શાય ઇસક બાત આના એક. મેં ઉસકે લીએ માં પિતા સે ભી જાદા પ્યાર કિયા હે ઉસે. મેરે પરિવાર કુ કભી દુઃખ મત દેના. આઈ લવ યુ પ્રિયંકા . અર્જુન કભી જાયેગા નય જાયેગા પ્રિયંકા જાયેગા ગયા મરા. – આપઘાત કરનાર અર્જુને બસ સ્ટેન્ડના ફ્લોર પર ચોક વડે લખેલી સુસાઈડ નોટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *