હિંદી વિષયનું પેપેર સારું ન જતા, 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું- માતા પિતાને આવ્યો રડવાનો વારો!

આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, યુપી(UP)ના હરદોઈ જિલ્લા(Hardoi district)માં, હિન્દીનું પેપર બગડ્યા પછી એક 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ફાંસી લગાવી આપઘાત કરી લીધી હતો. પેપર બરાબર ન મળવાને કારણે વિદ્યાર્થી(Student)ની ખૂબ જ તણાવમાં હતી. આ સમગ્ર મામલો હરિયાણા પોલીસ(Haryana Police) સ્ટેશન વિસ્તારના પુરેલા ગામનો છે. જયારે મૃતક વિદ્યાર્થીનું નામ પૂજા(pooja) અને તે 17 વર્ષની હતી. પૂજા તેની ત્રણ બહેનોમાં બીજા નંબરની હતી અને તેના બે ભાઈઓ પણ છે.

ગુરુવારે તેની પાસે ઇન્ટરની યુપી બોર્ડની પરીક્ષાનું હિન્દીનું પેપર હતું. જયારે પૂજા પેપર આપીને ઘરે આવી હતી. ત્યારે તે પરેશાન થઈ ગઈ હતી. જયારે પરિવારના સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું કે તે કેમ પરેશાન છે તો, તેણે કહ્યું કે પેપર બગડી ગયું છે. ત્યાર બાદ પરિવારજનોએ તેને સમજાવ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. છતાં રાત્રે પૂજાએ રૂમમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.

પૂજાની માતા કોઈ કામ અર્થે રૂમમાં ગઈ ત્યારે તેની પુત્રીને લટકતા જોઇને તેના હોશ ઉડી ગયા અને તે ચીસો પાડવા લાગી હતી. પરિવારના બાકીના લોકો પણ ત્યાં દોડતા દોડતા પહોંચી જાય છે. જયારે આ ચીસોનો અવાજ સંભાળીને પડોશીઓનું પણ ટોળું એકઠું થઇ જાય છે. આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *