પત્ની, દીકરા અને દીકરીનું ગળુ કાપીને હત્યા કરીને પોતે પણ આપઘાત કરતાં સમગ્ર પરિવારનો માળો વેરવિખેર થયો

સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતા આપઘાતના બનાવોને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે, આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે-સાથે…

સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતા આપઘાતના બનાવોને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે, આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે-સાથે જ હત્યાના બનાવોમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. હાલમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં કરિયાણાની દુકાનના ચલાવી રહેલ વ્યક્તિએ પત્ની, દીકરા તેમજ દીકરીનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી.

ત્યારબાદ પોતે પણ ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. આજે સવારમાં 9.30 વાગ્યાનાં સુમારે પરિવારમાંથી કોઈ બહાર ન આવતાં આસપાસનાં લોકોને આશંકા થઈ હતી. દરવાજો ખોલીને જોયું તો એક જ રૂમમાં ચારેય લોકોના મૃતદેહો પડ્યા હતા. વેપારીના આ સમૃદ્ધ પરિવારે થોડા દિવસ અગાઉ 65 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું હતું.

સત્યદેવ શર્માએ તેમની પત્ની ઉષા શર્મા, દીકરા અશ્વિન તથા દિકરી મોહિનીની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે પોતે પણ ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. પોલીસ તથા ફોરેન્સિક વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાંની સાથે જ સત્યદેવના માતા-પિતા બેભાન થઈ ગયા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ હજુ સુધી ઘટનાનું કોઈ પ્રાથમિક કારણ જાણવા મળ્યું નથી. જેને પરિણામે પોલીસ દ્વારા આજુબાજુના લોકોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર અર્પિતા સક્સેના જણાવે છે કે, 3 લોકોની ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ યુવકે ફાંસી લગાવી હતી.

પડોશી પણ જોઈને ગભરાઈ ગયા:
82 વર્ષીય પાડોશી મહિલા કલાવતી જણાવે છે કે, રાત્રે 11 વાગ્યાની આસપાસ ઉષાને જોઈ હતી. કોઈપણ જાતના ઝઘડાની વાત પણ સંભળાઈ નથી. સવારમાં 9 વાગે દૂધ વાળો આવ્યો ત્યારે ખખડાવ્યું પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળતા દૂધવાળાએ પડોશીને કહ્યું હતું કે, અંદરથી કોઈ ઉત્તર નથી આપતું એટલે નીરજ નામના પડોશીએ પોચાના ઘરની છત પર જઈને જોયું તો કોઈ પુરુષના પગ લટકતાં દેખાયા હતાં. નીરજે ગભરાઈને બુમો પાડવાની શરૂ કરી ઇધી હતી. ત્યારબાદ લોકોની ભીડ એકત્ર થઈ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

2 મકાન સાથે 8 વિઘા જમીન:
સત્યદેવ સહિત તેઓ 4 ભાઈઓ છે. ચારેય ભાઈઓના અલગ-અલગ મકાન છે. એક ભાઈ તેના પિતાની સાથે ગામમાં રહે છે. તે શિક્ષક છે. સત્યદેવની પાસે પણ 2 મકાન તેમજ 8 વિઘા જમીન છે. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ આ આર્થિક સમસ્યાનો મુદ્દો લાગતો નથી. આ ઘટના ગ્વાલિયરના મુરૈના શહેરમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *