Shocking Stunt viral Video: ઈન્ટરનેટ પર ઘણા સ્ટંટ વિડીયો(Stunt video) વાયરલ(Viral video) થયા રહેતા હોય છે અને કેટલાક સ્ટંટ એટલા ખતરનાક છે કે સ્ટંટમેન મોતના મુખમાંથી પાછા આવી જાય તેવા ખતરનાક હોય છે. સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા વિડીયો જોઈ શકાય છે, જેમાં સ્ટંટ કરવા જતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેટલાક લોકો શો ઓફમાં એવા ભયંકર સ્ટંટ કરે છે કે એવું લાગે છે કે તેઓ મોત સાથે મજાક કરી રહ્યા હોય. કેટલાક વિડીયો જોયા પછી લોકોના રુવાડા બેઠા થઇ જાય છે. ત્યારે આવો જ એક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઇને બે સેકન્ડ માટે તો તમારો શ્વાસ પણ થંભી જશે. જે વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો કે, આ પ્રકારનો સ્ટંટ કરવાની જરૂર શું હતી?
કેટલાક સમયથી જોવામાં આવે તો યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ તે કરવું એ બાળકોની રમત નથી કારણ કે આ માટે તમારે ઘણી પ્રેક્ટિસની જરૂર છે. ત્યારે જ સ્ટંટમેન એવા સ્ટંટ કરી શકે છે જે બીજાને પ્રભાવિત કરી શકે, પરંતુ આજકાલ લોકો આ વાત સમજી શકતા નથી. બસ તક દેખાઈ અને લોકો સ્ટંટ કરવા લાગે છે. હવે આ વિડીયો પર જ એક નજર નાખો જેમાં એક જ બાઇક પર ત્રણ લોકો સ્ટંટ કરતા જોવા મળે છે.
और कर लो मस्ती रोड पे👇😂 pic.twitter.com/wEBl6m6O4t
— Neha Agarwal (@NehaAgarwal_97) March 29, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ લોકો બાઇક પર બેસીને બાઈક હલાવતા જોવા મળે છે. વાહનો પણ આજુબાજુ ઝડપથી જઈ રહ્યા છે પરંતુ તેઓને આની પરવા નથી, તેઓ માત્ર મોજ-મસ્તી માટે બાઇક હલાવતા રહે છે. પરંતુ આ રીતે બાઇકને વારંવાર હલાવવાથી તેનું સંતુલન બગડે છે અને તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. જેના કારણે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણેય યુવક સામેની બાજુએ રોડ પર જઈને પડ્યા હતા. આ જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ઘણું વાગ્યું હશે.
આ વીડિયો ટ્વિટર પર @NehaAgarwal_97 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે, Gaitatabay-bykhatma. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ છોકરાઓને પરફેક્ટ બેક મસાજ મળી છે. બીજાએ લખ્યું, ‘આને કહેવાય હોસ્પિટલ પહોંચવાની યુક્તિ.’
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube