ટીવીમાં કામ કરતી આ ૨૦ વર્ષ કરતા નાની એક્ટ્રેસિસ કરે છે લાખોની કમાણી, જાણો દરેકની કમાણી.

Published on: 5:57 am, Thu, 23 May 19

સ્મોલ સ્ક્રીનની ઘણી એક્ટ્રેસિસ એવી છે, જેની ઉંમર 20 વર્ષ કરતાં પણ ઓછી છે. જોકે, તેઓ એક એપિસોડ દીઠ હજારોની કમાણી કરી છે. પછી તે ‘પટિયાલા બેબ્સ’ની અશ્નૂર કૌર હોય કે પછી ‘ઝાંસી કી રાની’ ફૅમ અનુષ્કા સેન. જોકે, આમાંથી મોટાભાગની એક્ટ્રેસિસ એક એપિસોડનું શૂટિંગ 2થી 3 દિવસમાં કરતી હોય છે. 20 વર્ષથી નાની આઠ ટીવી એક્ટ્રેસિસની પ્રતિ એપિસોડની ફી પર એક નજર.

નિધી ભાનુશાલી

19 વર્ષીય નિધી ભાનુશાલીએ હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યો છે. તે શોમાં ભીડે (મંદાર ચંદાવકર)ની દીકરી સોનુનો રોલ પ્લે કરતી હતી. પ્રતિ એપિસોડ માટે તેને 10 હજાર રૂપિયા મળતા હતાં.

અશ્નૂર કૌર

‘પટિયાલા બેબ્સ’માં જોવા મળતી અશ્નૂરને હાલમાં જ ધોરણ 10માં 93 ટકા આવ્યા હતાં. તે આ સિરિયલના એક એપિસોડ માટે 40-45 હજાર રૂપિયા લે છે.

અવનીત કૌર

17 વર્ષીય અવનીત ‘ચંદ્ર નંદિની’ જેવા શોમાં કામ કરી ચૂકી છે. હાલમાં તે ‘અલાદીનઃ નામ તો સુના હોગા’માં પ્રિન્સેસ યાસ્મીનનો રોલ કરી રહી છે. સૂત્રોના મતે, એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

અનુષ્કા સેન

16 વર્ષીય અનુષ્કા આજકાલ ‘ઝાંસી કી રાની’માં લક્ષ્મીબાઈનો રોલ પ્લે કરી રહી છે. એક એપિસોડ માટે તે 48 હજાર રૂપિયા લે છે.

મહિમા મકવાણા

19 વર્ષીય મહિલા છેલ્લે ‘મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ’માં જોવા મળી હતી. પ્રતિ એપિસોડ માટે મહિમા 30-35 હજાર રૂપિયા લેતી હતી.

જન્નત જુબૈર

‘ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપ’ તથા ‘મેરી આવાજ હી પહચાન હૈં’ જેવા શોમાં કામ કરી ચૂકેલી જન્નત હજી 16 વર્ષની છે. છેલ્લે તે ટીવી શો ‘તૂ આશિકી’માં જોવા મળી હતી. જન્નત પ્રતિ એપિસોડ 40 હજાર રૂપિયા લે છે.

અદિતી ભાટિયા

19 વર્ષીય અદિતી ભાટિયા ‘યે હૈં મહોબ્બતે’માં રૂહી ભલ્લાનો રોલ પ્લે કરી રહી છે. એક એપિસોડ માટે તે 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

રીમ શેખ

16 વર્ષીય રીમ ‘તુઝસે હૈં રાબતા’માં લીડ રોલ કરી રહી છે. આ સિરિયલ માટે તે એક એપિસોડના 30 હજાર રૂપિયા લે છે. આ સિવાય રીમે પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝઈની બાયોપિકનું પણ શૂટિંગ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.