હાલ કોરોનાના કારણે બધી જ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી બાળકો અને યુવાનો ઘરે બેઠા-બેઠા જ અભ્યાસ કરી રહ્યા છે. એક તરફ લોકડાઉનમાં રોજગારી મળતી પણ બંધ થઇ ગઈ છે અને લોકોને ખાવાના પણ ખૂટી રહ્યા છે. તેવામાં એક તરફ શાળાઓ એડવાન્સમાં ફી ઉઘરાવી રહી છે તેવી ઘણી ઘટનાઓ સામે આવી છે. થોડા જ સમય પહેલા સુરતની કતારગામ વિસ્તારની ગજેરા વિદ્યાલયે ફી બાબતે 500 જેટલા વાલીઓને શાળાએ બોલાવ્યા હતા.
વડોદરા શહેરમાં ઉપભોક્તા અધિકાર સંગઠન અર્ધનગ્ન હાલતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. સંગઠન દ્વારા શાળાઓ સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા શાળાઓ સામે બાંયો ચડાવી છે. શાળાઓ દ્વારા ફી, ચોપડા અને યુનિફો્મ લેવા માટે વાલીઓ પર શાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
શાળા દ્વારા ફી, ચોપડા અને યુનિફોર્મ લેવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હતું. જેથી સંગઠને અર્ધનગ્ન હાલતમાં જિલ્લા શિક્ષણ કચેરીની બહાર દેખાવો કર્યો અને બાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. હાલ કોરોના વાયરસના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફી બાબતે ખુબ અગવડતા પડી રહી છે, અને આ બાબતે લોકો વધારે ચિંતિત ના થાય એટલે આવું પગલું ભરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news