ધોધનો આનંદ લઇ રહ્યા હતા, ને અચાનક મોત બનીને તૂટી પડ્યો પહાડ- સાત લોકોના રામ બોલી ગયા!

બ્રાઝિલ(Brazil)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રાઝિલના એક સરોવરમાં એક મોટી દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તળાવના ધોધ પાસે મોટરબોટ(Motorboat) પર સવાર કેટલાક લોકો પર અચાનક પહાડનો ખડક પડી ગયો. આ અકસ્માત(Accident)માં સાત લોકોના મોતની આશંકા છે, જ્યારે ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો(Viral videos)માં ઘટનાની તીવ્રતાનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં જોઈ શકાય છે કે તળાવમાં ધોધ પાસે કેટલીક મોટરબોટ જઈ રહી છે. મોટરબોટ પર સવાર લોકો ધોધનો આનંદ માણી રહ્યા છે. દરમિયાન, અચાનક ધોધ પરથી ખડકની એક દિવાલ પડી, જે ત્રણેય મોટરબોટને સંપૂર્ણપણે કબજે કરી લે છે. પછી ચીસોનો અવાજ શરૂ થાય છે. સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 11 વાગ્યે બની હતી. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા 24 કલાકથી મિનાસ ગેરાઈસ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં પથ્થરો પડવાની સંભાવના છે.

અકસ્માત બાદ 20 લોકો ગુમ:
આ ઘટનાની માહિતી આપતા લેફ્ટનન્ટ પેડ્રો આઈહરાએ કહ્યું કે, ત્રણ મોટરબોટ ખડકની ઝપેટમાં આવી ગઈ. બચી ગયેલા 32 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 9ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ડાઇવર્સ અને હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા વધુ લોકોને શોધવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ હજુ પણ 20 લોકો લાપતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *