Apple કંપનીને આ નાનકડી ભૂલ પડી ભારે: લાગ્યો કરોડો રૂપિયાનો મસમોટો દંડ- જાણો શું છે સમગ્ર મામલો

એપલ હવે તેના આઇફોન સાથે બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર આપતું નથી. પછી ભલે તમે 1.5 લાખ રૂપિયાનો આઈફોન ખરીદો કે 30 હજાર રૂપિયાનો. બોક્સમાં કંપની હવે ચાર્જિંગ એડેપ્ટર આપતી નથી. જાણવા મળ્યું છે કે, ચાર્જિંગ એડેપ્ટર ન આપવા પાછળ કંપનીનો હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો હતો. પરંતુ આ દલીલ ઘણા લોકોને પસંદ નથી આવી રહી. કારણ કે, કંપની કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બીજા અન્ય પગલાં પણ લઈ શકે છે. જોકે, દેશોના કેટલાક નિયમો મુજબ કંપનીએ હજુ પણ બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર આપવું જરૂરી છે.

જોકે, ભારતમાં આ પ્રકારનો નિયમ ન હોવાને કારણે અહીંના વપરાશકર્તાઓ માટે આઇફોન બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવતું નથી. આ દરમિયાન બ્રાઝિલમાં ગ્રાહકના હિતોની રક્ષા કરતી કંપની દ્વારા Appleને દંડ ફટકારવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે, બ્રાઝિલના ગ્રાહક સુરક્ષા નિયમનકાર Procon-SP દ્વારા એપલ પર iPhone 12ના બોક્સમાં ચાર્જર ન આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. Apple પર લગભગ 14.4 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.

જોકે, આ દંડ એપલ જેવી મોટી કંપની માટે વધારે નથી. પરંતુ એપલ કંપની માટે આ એક પાઠ જરૂર છે. બ્રાઝિલની આ કંજ્યૂમર પ્રોટેક્શન બોડીએ કહ્યું છે કે, Appleની ઉપર ભ્રામક પ્રચાર અને ચાર્જર વિના ફોન વેચવા બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા પણ બ્રાઝિલની આ એજન્સી દ્વારા Apple પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગયા વર્ષના અંતે બ્રાઝિલની એજન્સીએ જણાવ્યું હતું કે Apple આ ડેમોસ્ટ્રેટમાં ફેલ રહી છે કેમ કે, બોક્સમાં ચાર્જર ન આપીને પર્યાવરણની રક્ષા કેવી રીતે થઈ રહી છે.

Apple દ્વારા બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર ન આપવા બદલ ભારતીય આઇફોન વપરાશકર્તાઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. Appleની દલીલ એવી હતી કે, આઇફોન વપરાશકર્તાઓ પાસે પહેલાથી જ એડેપ્ટર હોય છે. પરંતુ ભારતમાં મોટાભાગના આઇફોન વપરાશકારો દર વર્ષે આઇફોન બદલતા નથી. આવી સ્થિતિમાં જૂના ચાર્જિંગ એડેપ્ટર તેમને કોઈ કામના નથી. iPhone 12 સીરીઝ સાથે જે ચાર્જિંગ કેબલ આપવામાં આવે છે તે USB Type C એડેપ્ટરને સપોર્ટ કરે છે. પરંતુ યુએસબી ટાઇપ Cને જૂના આઇફોન સાથે આપવામાં આવતું નથી. જેથી ભારતમાં લોકોને ચાર્જરને અલગથી ખરીદવા માટે ઘણા પૈસા ચૂકવવા પડે છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે આઇફોન 11 સિરીઝના લોન્ચિંગ સાથે, કંપનીએ બોક્સમાં TYPE C એડેપ્ટર આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ એડેપ્ટર iPhone 11 Pro અને Max સાથે જ આપવામાં આવતું હતું, તેથી આઇફોન 11 વપરાશકર્તાઓ પાસે પણ નોર્મલ ચાર્જિંગ એડેપ્ટર હોય છે અને જ્યારે તેઓ iPhone 12 ખરીદે ત્યારે તેમણે અલગથી ચાર્જિંગ એડેપ્ટર ખરીદવું પડશે. Apple કંપની બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર ન આપીને ડબલ લાભ મેળવી રહી છે. કારણ કે, કંપનીએ એડેપ્ટર ન આપીને ભાવમાં પણ ઘટાડો કર્યો નથી. તેથી ત્યાં પૈસાની બચત પણ થઈ રહી છે અને લોકો અલગથી એડેપ્ટરો પણ ખરીદી રહ્યા છે. અહીં પણ કંપનીને ફાયદો જ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *