Brazil Floods Latest News: બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહી સર્જાઈ છે. દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં તેની સૌથી ખરાબ તબાહી(Brazil Floods Latest News) જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ખરાબ રીતે ધોવાઈ ગયા છે. પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે.
57 થી વધુ મોત
બ્રાઝિલમાં આ સપ્તાહના વરસાદને કારણે 57થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, હજારો લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. શનિવારે સિવિલ પ્રોટેક્શન દ્વારા શેર કરવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર વિનાશક પૂરથી 281 નગરપાલિકાઓને અસર થઈ છે અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા છે.
Death toll mounts to 75 in Brazil floods, over 100 missing
Read @ANI Story | https://t.co/JpSeLGRDnY#Brazil #Floods #RioGrandedoSul pic.twitter.com/yGRYkp51o2
— ANI Digital (@ani_digital) May 5, 2024
67,000 થી વધુ લોકો અસરગ્રસ્ત
સ્થાનિક સરકારે એવા વિસ્તારોમાં આપત્તિ જાહેર કરી છે જ્યાં 67,000 થી વધુ લોકો પૂરથી વિસ્થાપિત થયા છે અને 4,500 થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં છે.
ચિત્રોમાં દ્રશ્ય જુઓ
તસ્વીરોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં પાણી ધાબા સુધી ઉભરાઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ લોકો અને પાલતુ પ્રાણીઓને શોધવામાં વ્યસ્ત છે. શનિવારે સવારે, તીવ્ર વરસાદને કારણે ગુઆઇબા તળાવમાં પાણીનું સ્તર પાંચ મીટર વધી ગયું હતું, જે રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રેને જોખમમાં મૂક્યું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું.
At least 56 killed due to torrential rains in Brazil
Read @ANI Story | https://t.co/5ygwWK9NVX#Floods #Brazil #RioGrandeDoSul pic.twitter.com/HlNzIBnyo4
— ANI Digital (@ani_digital) May 4, 2024
281 નગરપાલિકાઓ અસરગ્રસ્ત
રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રે સહિત અત્યાર સુધીમાં 281 મ્યુનિસિપાલિટીને અસર કરતી ભારે વરસાદ એ સૌથી ખરાબ આબોહવાની દુર્ઘટનાઓમાંની એક હતી. ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ બ્રાઝિલમાં સોમવારથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. અનેક પુલ અને ડેમ ધરાશાયી થયા છે. 14 લાખથી વધુ વસ્તી ધરાવતા પોર્ટો એલેગ્રે શહેરને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App