કાર, બાઇક કે પછી વાહન ચલાવતા સમયે હવે તમારી બેદરકારી ખૂબ ભારે પડી શકે છે. દેશભરમાં નવી મોટર વ્હીકલ એક્ટ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગૂ થઇ રહ્યો છે. તે હેઠળ અનેક ભૂલો પર ગૂનો તો 5 ગણો તો કેટલાક મામલામાં 10 ગણા અને અનેક મામલામાં તો 30 ગણો વધારી દીધો છે. જેમ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ પર 5000 રૂપિયા દંડ આપવો પડશે. જે અત્યાર સુધી આશરે 500 રૂપિયા હતો. તે સિવાય નશામાં ગાડી ચલાવવા પર પોલીસ તમારી સાથે 10000 રૂપિયા સુધી ચલાન તરીકે વસૂલશે. તેની પર દંડ અત્યાર સુધી 2000 રૂપિયા હતો.
એટલું જ નહી નિયમ તોડનાર પર તમારું લાઇસન્સ જપ્ત થવાથી લઇને જેલ જવું પડી શકે છે. આવો તમને જણાવીએ કે સંશોધિત મોટ વ્હીકલ એક્ટમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે, જેની તમારે કાળજી લેવાની જરૂર છે.સામાન્ય દંડ – પહેલા 100 રૂપિયા, હવે 500 રૂપિયા.હેલમેટ ન પહેરવા પર – પહેલા 100 રૂપિયા દંડ લાગતો હતો, હવે 1000 રૂપિયા દંડની સાથે ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ.
લાઇસન્સ વગર ડ્રાઇવિંગ – પહેલા આશરે 500 રૂપિયા, હવે 5000 રૂપિયા સુધીનો દંડ થશે.ટૂ-વ્હીલર પર ઓવરલોડિંગ – પહેલા 100 રૂપિયા દંડ થતો હતો, હવે 2 હજાર રૂપિયા દંડ કે 3 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ.સીટ બેલ્ટ ન લગાવવા પર – પહેલા 100 રૂપિયા દંડ થતો હતો, હવે 1000 રૂપિયા થશે.
ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત- પહેલા 1 રૂપિયા, હવે 5 હજાર રૂપિયાનો દંડ.ઓવર સ્પીડ – પહેલા 400 રૂપિયા, હવે પહેલી વખત પકડવા પર હળવી ગાડી પર 1-2 હજાર અને મિડિયમ પેસેન્જર કે વ્યાપારી વ્હીકલ પર 2-4 હજાર રૂપિયાનો દંડ થશે. બીજી વખત પકડાવવા પર લાઇસન્સ જપ્ત થશે.ખતરનાક ડ્રાઇવિંગ – પહેલી વખત 6 મહિનાથી 1વર્ષની જેલ કે 1-5 હજારી રૂપિયા સુધીનો દંડ, બીજી વખત 2 વર્ષ સુધી જેલ કે 10 હજાર રૂપિયાનો દંડ.
દારૂ પીને ડ્રાઇવિંગ – પહેલી વખત પકડાવવા પર 6 મહિના સુધી જેસ અને 10 હજાર રૂપિયાનો દંડ. બીજી વખત 2 વર્ષની જેલ કે 15 હજાર રૂપિયાનો દંડ.રેસિંગ અને સ્પીડિંગ – પહેલી વખત 1 મહિના સુધી જેલ કે 5000 રૂપિયાનો દંડ, બીજી વખત પકડાવવા પર 1 મહિના સુધી જેલ કે 10 હજાર રૂપિયા સુધીનો દંડ.ઇમરજન્સી સેવામાં લાગેલી ગાડીને રસ્તો ન આપવા પર – પહેલા કોઇ જોગવાઇ ન હતી પરંતુ હવે 10000 રૂપિયા દંડ અને 6 મહિના સુધી જેલની સજા કે પછી બન્ને થઇ શકે છે.
અકસ્માતથી જોડાયેલા ગૂના – પહેલી વખત 6 મહિના સુધી જેલ કે 5 રૂપિયા દંડ. બીજી વખત 1 વર્ષ સુધી જેલ અને 10 હજાર સુધીનો દંડ.સગીરનું ગાડી ચલાવવા પર – પહેલા સગીરના ડ્રાઇવિંગ દરમિયાન થયેલા અકસ્માતને લઇને કોઇ કાયદો ન હતો. હવે બાળકોના વાહન માલિકને ગુનેગાર માનવામાં આવશે. તેમણે 25 હજાર રૂપિયા દંડ અને ત્રણ વર્ષની જેલ થશે. સાથે જ વાહનનું રજીસ્ટ્રેશન એક વર્ષ સુધી રદ્દ થઇ જશે. સગીરને 25 વર્ષની ઉંમર પૂરી થયા પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.